સરકાર માત્ર ઓર્ડર આપ્યા કરે અને રસી મળે નહીં તેનો શું મતલબ : હાઈકોર્ટ

હાઈકોર્ટમાં કોરોનાની સુઓમોટો અરજીની સુનાવણી : હાઈકોર્ટે સરકારને પૂછ્યા આકરા સવાલો, જાણો અત્યારસુધી શું થયું સુનાવણીમાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-05-2021

રાજ્યમાં કોરોના વાયરસના બેકાબૂ બનેલા કેસની સ્થિતિ સમયે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી. આ અંગે કોર્ટે સરકારની અનેકવાર ઝાટકણી કાઢ્યા બાદ આજે આ આ મામલે સુનાવણી થઈ રહી છે. કોર્ટે સરકારને આજની સુનાવણીમાં અત્યારસુધીમાં કેટલાક આકરા સવાલો પૂછ્યા છે. હાઇકોર્ટે સરકારને વેક્સીનેશન મામલે વેધક સવાલો પૂછ્યા હતા.

હાઇકોર્ટના સરકારને સવાલ: કોર્ટે સરકારને કહ્યું હતું કે એપ્રિલમાં તમે રસીનો ઓર્ડર આપ્યો ત્યારપછી અત્યારસુધીની સ્થિતિ શું છે તે જણાવો

ક્યા વય જૂથને રસી આપો છો તેમાં કોર્ટને રસ નથી. ક્યારે અને કેટલા ડોઝ આપશો તે જણાવો, સરકાર માત્ર ઓર્ડર આપ્યા કરે અને રસી મળે નહીં તેનો શું મતલબ

રસીના આર્ડર આપવામાં ટેન્ડર પ્રક્રિયા કેમ અનુસરતા નથી? રસીકરણમાં સ્પોટ રજીસ્ટ્રેશન માટે સરકારનું શું આયોજન છે?

ઑનલાઇનની સાથે સ્પોટ રજિસ્ટ્રપેશનની સુવિધા પણ આપો, ઑનલાઇન રજિસ્ટ્રેશન હોવા છતાં વાલ કેવી રીતે વેડફાય છે.

દર વખતે વેક્સિનેશનના સમયમાં શા માટે બદલાવ કરવા માં આવે છે. તમે ચોક્કસ વેક્સીનેશન માટે ગંભીર બનો

બે ડોઝ વચ્ચેનો સમયગાળો કેમ વધી રહ્યો છે? પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે અંતર મામલે તથ્ય શું છે સરકાર વારંવાર સમય બદલે છે. જેમણે પ્રથમ ડોઝ લઈ લીધો છે એમને બીજા ડોઝ માટે પ્રાથમિકતા આપો.

જેમણે પ્રથમ ડોઝ લઈ લીધો છે તેમને બીજા ડોઝ માટે ક્યારે અપાયો તેના આંકડા આપો

ટ્રાફિક દરમિયાન કોરોના ગાઇડલાઇનું કડક પાલન કરાવો, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે જુઓ

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ આ સવાલો મુદ્દે આપ્યા જવાબો

વેક્સિનેશન પર રાજ્ય સરકાર ભાર આપી રહી છે. રાજ્યના 18-45 વર્ષના લોકોને વેક્સીનેશ માટે 6.5 કરોડ ડોઝની જરૂર પડે છે. રોજના સરેરાશ 2 લાખ ડોઝ આપવામાં આવે છે.

આખા વિશ્વમાં માત્ર 6 ઉત્પાદકો જ વેક્સીન તૈયાર કરે છે. ફાઇઝર અને મોર્ડના રાજ્યો સાથે ડીલ કરવા માંગતી નથી તે માત્ર કેન્દ્ર સાથે ડીલ કરવા માંગે છે. સ્પોટ રજિસ્ટ્રેશન માટે પ્રયાસ કરવામાં આવશે.

વેક્સીનનો સમય ફ્કત ગુજરાતમાં બદલાય છે એવું નથી. સમગ્ર વિશ્વમાં સમયનો બદલાવ કર્યો છે. ટ્રાફિકમાં સોશિયલ ડિસ્ટન્સ મામલે આકરું પાલન કરાવવું લોકશાહીમાં શક્ય નથી.

વાહનચાલકો પાસે માસ્ક પણ નથી અને દંડના પૈસા પણ નથી. સરકાર સૂચના આપી શકે ફતવા બહાર ન પાડી શકે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો