રાજયની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ખાલી પડેલી બે હજાર જગ્યાઓ તત્કાલ ભરવા માંગણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-05-2021

H-MAT ની પરીક્ષા યોજવા સંચાલક મંડળ દ્વારા રાજય પરીક્ષા બોર્ડના ચેરમેનને પત્ર

રાજયની ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યની ખાલી પડેલી બે હજાર જગ્યા ભરવા H-MAT ની પરીક્ષા યોજવા સંચાલક મંડળે માંગણી ઉઠાવી આ અંગે રાજય પરીક્ષા બોર્ડના ચેરમેનને પત્ર પાઠવી રજુઆત કરી છે.

સંચાલક મંડળે આ મામલે જણાવેલ છે કે દર વર્ષે H-MAT ની પરીક્ષા યોજવાની હોય છે. પરંતુ ઘણા સમયથી પરીક્ષા યોજાઇ ન હોવાથી વહેલી તકે પરીક્ષા યોજવા માટે માંગણી કરવામાં આવી છે. આચાર્યની લાયકાત માટે તેમજ અનુભવમાં સુધારા કરીને વિભાગ સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા અને તે ગ્રાહ્ય રખાયા હોવાથી હવે પરીક્ષા યોજવામાં આવે તેમ રજુઆતમાં જણાવાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજયમાં ચાલતી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય અને શૈક્ષણિક સ્ટાફ ભરવા માટે જાહેર પરીક્ષા લેવાની કામગીરી રાજય પરીક્ષા બોર્ડ પાસે છે. રાજયમાં છેલ્લે માધ્યમિક શાળાઓમાં આચાર્યની જે ભરતી કરવામાં આવી ત્યારબાદ આજદિન સુધીમાં અંદાજે બે હજાર કે વધુ ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની જગ્યાઓ ખાલી છે. 11 ફેબ્રુઆરી,2ર011ના જાહેરનામામાં અન્વયે TAT અને H-MAT ની પરીક્ષાઓનું પ્રતિ વર્ષ આયોજન કરીને મેરીટ જાહેર કરવાનું હોય છે.

જેથી આ ભરતી માટે રાજય શાળા સંચાલક મંડળ દ્વારા રાજય પરીક્ષા બોર્ડના ચેરમેનને પત્ર લખી રજુઆત કરાઇ છે. રજુઆતમાં મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આચાર્યની લાયકાત તેમજ અનુભવમાં સુધારા કરીને શિક્ષણ વિભાગની મંજૂરી માટે મોકલાયા હતા તે સુધારા શિક્ષણ વિભાગે ગ્રાહ્ય રાખીને માધ્યમિક શિક્ષણની કલમમાં સામેલ કર્યા છે માટે આ કાર્યવાહી કરવા જણાવાયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો