વાંકાનેર: માર્કેટચોક પાસે નવા બની રહેલા કોમ્પ્લેક્સની બાજુની દિવાલ તૂટી પડી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-05-2021

(Ajay kanjiya) વાંકાનેર: ગતરાતે માર્કેટ ચોક પાસે નવા બની રહેલા કોમ્પ્લેક્સની બાજુની દિવાલ ધડાકાભેર તૂટી પડી હતી, સદ્નસીબે આ દીવાલ રાત્રે તૂટતા કોઈ જાનહાની થઈ નથી.

વાંકાનેર માર્કેટ ચોક પાસે નાગરિક બેંકની સામે એક નવું કોમ્પલેક્ષ બની રહ્યું છે તેના ફાઉન્ડેશનનું કામ ચાલી રહ્યું છે, જે માટે ઉંડુ ખોદકામ કરવામાં આવ્યું છે આથી બાજુની દીવાલો ડેમેજ થઈ હોય અને નોંધારી થઈ જતા આ દિવાલ રાત્રે ધડાકાભેર તૂટી પડતા આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા. અહીં એ પણ નોંધનીય છે કે આપ નવા થઈ રહેલા બાંધકામ ની બાજુમાં એક ધાર્મિક સ્થાન આવેલું છે તેમાં પણ નુકસાન થયું છે

અત્રે ઉલ્લેખનીય છે કે આ બની રહેલા કોમ્પલેક્સમાં ૧૦થી વધુ મજૂરો કામ કરી રહ્યા હતા, પરંતુ દિવાલ રાત્રે પડતા કોઈ જાનહાની થઈ નથી જો આ દિવાલ દિવસ દરમિયાન તૂટી હોટ તો મોટી ખુવારી થઇ હોત, મળેલી માહિતી મુજબ બાજુના મકાન કે દુકાનવાળાઓએ આ કોમ્પલેક્ષ બનાવનારને આ અંગેની ચેતવણી પણ આપી હતી જેમને આમ બાંધકામ કરનારે નજરઅંદાજ કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો