ટંકારા: લેઉવા પાટીદાર મહિલા સમિતિ દ્વારા કેમ્પ નું આયોજન : વૃક્ષનું વિતરણ પણ કરાયુ

શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ – ટંકારા એજ્યુકેશન સંકુલ ખાતે યોજાયો કેમ્પ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-05-2021

(જીગ્નેશ પટેલ દ્વારા) લેઉવા પાટીદાર મહિલા સમિતિ દ્વારા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્સર સોસાયટી રાજકોટ ના સહયોગથી ટંકારા તાલુકાની ૯ થી ૪૨ વર્ષની ઉંમરની દીકરીઓ તથા સ્ત્રીઓ માટે આજે રાહત દરે એચ.પી.વી. રશી આપવામાં આવી જેમાં અંદાજે ઘણી બધી સ્ત્રીઓ અને દીકરીઓએ આ કેમ્પનો લાભ લીધેલ છે. તેમજ સાથે સાથે વૃક્ષનું પણ વિતરણ કરવામાં આવેલ છે. જેમાં 9થી 14 વર્ષ સુધીની દીકરીઓને બે ડોઝ અને 15 થી 42 વર્ષ સુધીની ઉંમર ની દીકરીઓ તથા સ્ત્રીઓ ને ત્રણ ડોઝ આપવામાં આવશે. જેમાં આજરોજ પ્રથમ ડોઝ આપવામાં આવેલ છે. 
વધતી બીમારીઓ અને સમસ્યાઓને ગંભીરતાપુર્વક લઈ શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા ના યુવાનો ભવિષ્યની ચિંતા કરી આ કેમ્પનું આયોજન કરેલ છે. જે બધા ટંકારા તાલુકાના નાગરિકો માટે રાહતના સમાચાર કહી શકાય.ભવિષ્યમાં આ સંસ્થા દ્વારા અનેક પ્રકારના જુદા જુદા કેમ્પ નું આયોજન થતા રહેશે તેવું યાદીમાં જણાવ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો