ધો.10નાં 3.50 લાખ છાત્રની પરીક્ષા ફી પરત અપાશે

માસ-પ્રમોશન પામેલા છાત્રો-વાલીઓ માટે અત્યંત અગત્યની બીજી મોટી રાહત આપતી રૂપાણી સરકાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-05-2021

 3.50 લાખ વિદ્યાર્થીએ ‘ફી’ પેટે ભરેલી કુલ 6.47 કરોડ રૂપિયાની રકમ પરત કરવામાં આવશે

વિદ્યાર્થીઓ અને વાલીઓના હિત માટે વધુ એક વખત ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી ની સાથે કેટલાક પ્રશ્નોને લઈને અવઢવ જોવા મળી હતી.

પરંતુ હવે જેમાંથી એક અતિ મહત્વનો પ્રશ્નને ફી ને લઈને હતો. આ પ્રશ્ન પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા અને દૂર કરતા રાજ્ય સરકાર દ્વારા 3.5 લાખ વિદ્યાર્થીઓને ફી પરત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ધોરણ 10 ના વિદ્યાર્થીઓને 6.47 કરોડની ફી પરત કરવા માટે રાજ્ય સરકારે તૈયારી દેખાડી છે. જેને લઇને વાલીઓની ચિંતામા મહદઅંશે ઘટાડો થશે.

સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક વખત નિર્ણય લેવામાં આવ્યા બાદ વાલીઓની આશા પણ વધારો થયો છે ત્યારે અન્ય પણ ઉકેલાયેલા પ્રશ્નોનો પણ સત્વરે ઉકેલ આવે તેમ વાલીઓમાં ચર્ચા જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દેવામાં આવ્યું, પરંતુ તેમને માર્ક્સ કઈ રીતે આપવા તથા માર્ક્સ આપ્યા બાદ હોંશિયાર વિદ્યાર્થી સાથે અન્યાય અને નબળા વિદ્યાર્થીને ફાયદો થાય એવી પણ પરિસ્થિતિ થશે અને આ પરિસ્થિતિને કારણે ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થશે.ધોરણ 11માં સાયન્સ/ કોમર્સ/ આર્ટ્સ એમ ત્રણ અલગ અલગ ક્ષેત્રમાં પ્રવેશ અપાશે ત્યારે કોઈ એક ક્ષેત્ર પર ભાર વધવાની શક્યતા છે. વધુ વિદ્યાર્થીઓ સાયન્સક્ષેત્ર પસંદ કરે ત્યારે અ અને ઇ ગ્રુપમાં પ્રવેશ આપવા માટે પણ મુશ્કેલી થશે. માસ પ્રમોશનને કારણે કોમર્સ અને આર્ટસ ક્ષેત્રમાં ઓછા વિદ્યાર્થીઓ એડમિશન લેશે અને સાયન્સ પર ભારણ વધશે.

હજુ કેટલાક પ્રશ્ર્નો યથાવત: રાજ્ય સરકારના નિર્ણયના પગલે વાલીઓમાં હાશકારો જરૂર જોવા મળે છે પરંતુ હજુ કેટલાક પ્રશ્નો યથાવત જોવા મળ્યા છે, ત્યારે આગામી દિવસોમાં તેનો પણ વહેલી તકે ઉકેલ આવી જશે તેવું સરકારની વર્તમાન નીતિ પરથી લાગી રહ્યું છે.બીજી તરફ તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 11મા પ્રવેશ આપવાને લઈને સવાલ ઊભા થયા છે. હાલ ગુજરાતમાં ધોરણ 11ના 6 લાખ વિદ્યાર્થીઓ માટે જ વ્યવસ્થા છે ત્યારે 9.50 લાખમાંથી 50 હાજર વિદ્યાર્થી ડિપ્લોમાં કે અન્ય ક્ષેત્ર પસંદ કરે તો પણ 9 લાખ વિદ્યાર્થીનો સવાલ ઊભો રહે. 6 લાખની વ્યવસ્થાની સામે 9 લાખ વિદ્યાર્થીને પ્રવેશ આપવો એ અત્યારે સૌથી મોટી મૂંઝવણ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો