હવે જિલ્લા સહકારી બેન્કોને રાજ્ય સહકારી બેન્કોમાં મર્જ કરવા કવાયત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-05-2021

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ને કો-ઓપરેટિવ બેંકને મર્જ કરવા તરફ ઈશારો કર્યો હતો. આરબીઆઈએ સોમવારે કહ્યું હતું કે તે વિવિધ શરતોને આધિન જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો (ડીસીસીબી)ને રાજ્ય સહકારી (એસટીસીબી) બેંકો સાથે મર્જ કરવા પર વિચારણા કરે છે. રાજ્ય સરકારની બાજુથી આ સંબંધે પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સ્ટેટ કોઓપરેટિવ બેંકો અને જિલ્લા કેન્દ્રીય કો ઓપરેટિવ બેંકોને કેન્દ્રીય બેંક આરબીઆઈના અંડરમાં લાવવા માટે કેન્દ્ર સરકાર નવો કાયદો લાવ્યા હતા. આ બેંકિગ રેગ્યુલેશન એક્ટ 2020 ને કો ઓપરેટિવ બેંકો માટે 1 એપ્રિલ, 2021 થી લાગુ કરવામાં આવ્યું. આવી બેંકોના મર્જર માટે ભારતીય રિઝર્વ બેંકની મંજૂરીની આવશ્યકતા છે.

આરબીઆઈની માર્ગદર્શિકાઓ મુજબ બેંક મર્જરની યોજનાઓને શેરહોલ્ડર્સની વચ્ચે બહુમતિથી એપ્રુવલ કરાવવું જરૂરી છે. આ સાથે જ નાબાર્ડને રાજ્ય સરકારના પ્રસ્તાવની તપાસઅને ભલામણ કરવાની રહેશે. ગાઈડલાઈન મુજબ નાબાર્ડની પરામર્શથી સ્ટેટ કો ઓપરેટિવ અને જિલ્લા કો ઓપરેટિવ બેંકોના મર્જ માટેના પ્રસ્તાવની રિઝર્વ બેંક દ્વારા તપાસ કરવામાં આવશે. અને

પછી બે તબક્કામાં સેક્શન અને એપ્રુવલ આપવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં કેટલીક શરતો પૂરી કરવા માટે એક સૈદ્ધાંતિક અનુમોદન આપવામાં આવશે. જે પછી તમામ સંબંધિતો દ્વારા મર્જ કરાવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. પહેલા તબક્કો પૂરો થયા પછી ગાઈડલાઈન મુજબ તેના અનુપાલનનો રિપોર્ટ સાથે અંતિમ મંજૂરી માટે નાબાર્ડ અને રિઝર્વ બેંકનો સંપર્ક કરવાનો રહે છે.

ગ્રાહકો પર શું અસર થશે: ગ્રાહકો માટે તેની સુરક્ષિત દૃષ્ટિથી જોઇ રહ્યા છે. જાણકારોનો માનવા મુજબ કેટલીક ઘટના આ પહેલા થઈ છે. જેમાં બેંક ગ્રાહકોના પૈસા લઈને ડૂબી ગઈ છે. આવા સમયે ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. એવામાં ગ્રાહકોના પૈસા સુરક્ષિત રહે, સંભવત એટલા માટે જ આવા પગલાં ભરાઈ રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો