Google નું નવું ફીચર્સ હવે તમને જણાવશે વેબસાઈટ અસલી છે કે નકલી

A picture taken on November 20, 2017 shows logos of US multinational technology company Google displayed on computers' screens. / AFP PHOTO / LOIC VENANCE (Photo credit should read LOIC VENANCE/AFP via Getty Images)

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-05-2021

જ્યારે તમે ગૂગલ સર્ચ(Google search) કરો છો ત્યારે તમારી પાસે ઘણા બધા વિકલ્પો હોય છે. આવી સ્થિતિમાં, ઘણી વાર મૂંઝવણ ઉભી થાય છે કે કઈ માહિતી સાચી છે કે અને માહિતી નકલી. આ સમસ્યાનો હલ ગૂગલનું આ ફીચર આપશે. તેનું નામ છે About this result. ગૂગલે આ ફીચરને યુ.એસમાં ફેબ્રુઆરી 2021માં શરૂ કર્યું હતુ. આ મહિને યોજાનારી Google I/O ઇવેન્ટ પર કંપનીએ કહ્યું કે હવે About this result વિશ્વભરમાં અંગ્રેજીમાં કરવામાં આવેલ સર્ચમાં લાગુ પડશે.

જ્યારે તમે ગૂગલ પર કઈક સર્ચ કરો છો, ત્યારે તમનેSearch Resultમાં ત્રણ ડોટ બટન દેખાશે. આના પર ક્લિક કરવાથી About this result ખુલશે. અહીં તમને માહિતી પ્રદાન કરનારી વેબસાઇટ વિશે જાણવા મળશે. આ માહિતીનો સ્રોત વિકિપીડિયા હશે.

આ ફીચરથી વપરાશકર્તાઓ જોઈ શકશે કે કોઈપણ સાઇટ પોતાને કેવી રીતે બતાવે છે. તે માટે વિકિપિડિયા પેજની લિંક પણ આપવામાં આવશે. કંપની આ માટે વિકિપીડિયા સાથે પણ કામ કરી રહી છે. તેમાં આપવામાં આવેલી માહિતી અપડેટ વેરિફાઇડ અને સોર્સ માહિતી હશે. ગૂગલ તમને કહેશે કે આ વેબસાઇટ સુરક્ષિત છે કે નહીં. આ ઉપરાંત, તે એ પણ કહેશે કે તમે જે લિંકને વાંચવા માંગો છો તે પેઈડ તો નથીને.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો