બ્લેક, વ્હાઇટ પછી હવે યલ્લો ફંગસ આવ્યો!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-05-2021

કોરોના સંક્રમણ વચ્ચે બ્લેક ફંગસ, અને વ્હાઈટ ફંગસે લોકોને હેરાન પરેશાન કર્યા અને હવે યલ્લો ફંગસની એન્ટ્રી થઈ. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં યલ્લો ફંગસનો પહેલો કેસ મળી આવ્યો છે. યલ્લો ફંગસ બ્લેક અને વ્હાઈટ ફંગસ કરતા પણ વધુ ખતરનાક હોવાનું કહેવાય છે. તેના લક્ષણને મ્યુકોર સેપ્ટિક્સનું નામ અપાયું છે.

યલ્લો ફંગસથી પીડિત દર્દી ગાઝિયાબાદનો રહીશ છે. દર્દીની ઉમર 34 વર્ષ છે અને તે અગાઉ કોરોનાથી સંક્રમિત થયો હતો. આ ઉપરાંત તે ડાયાબિટિસથી પણ પીડાય છે. યલ્લો ફંગસ એક ઘાતકી બીમારી છે. કારણ કે તે આંતરિક રીતે શરૂ

થાય છે. તેના લક્ષણો સુસ્તી, ભૂખ ઓછી લાગવી કે બિલકુલ ભૂખ ન લાવી, વજન ઓછું થવું હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ ઘાતક બનતું જાય છે. ઘામાંથી પાણી નીકળ્યા કરવું અને સંભવત: ખુલ્લા ઘાનું ધીમી ગતિથી ઠીક થવું અને તમામ ઘા ઠીક થવાની ગતિ ધીમી જાણવા મળી છે. ઈએનટી સર્જન ડોક્ટર વ્રજ પાલ ત્યાગીની હોસ્પિટલમાં દર્દીની સારવાર શરૂ થઈ ગઈ છે.

મુકોર સેપ્ટિક્સ (યલ્લો ફંગસ)ના લક્ષણ છે સુસ્તી, ઓછી ભૂખ લાગવી, કે બિલકુલ ભૂખ ન લાગવી અને વજન ઓછુ થવું. ડોક્ટરની સલાહ છે કે આ ગંભીર સ્થિતિ છે અને તમે તેનામાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો સારવાર શરૂ કરી દો. તેનો એકમાત્ર ઈલાજ એમ્ફોટેરાસિન બી ઈન્જેક્શન છે. જે એક બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીફંગલ છે.

પીળી ફંગસનું કારણ અસ્વચ્છતા: ડોક્ટરોના જણાવ્યાં મુજબ યલ્લો ફંગસ ફેલાવવાનું કારણ અસ્વચ્છતા છે. આથી તમારા ઘરની આસપાસ સ્વચ્છતા જાળવો. સ્વચ્છતા રાખવું એ જ આ બેક્ટેરિયા અને ફંગસના વિકાસને રોકવામાં મદદ કરશે. જૂના ખાદ્ય પદાર્થોનો જલદી નિકાલ ખુબ જરૂરી છે. ઘરમાં ભેજનું લેવલ પણ મહત્વપૂર્ણ છે. આથી તે માપતા રહેવું જોઈએ. વધારો પડતો ભેજ બેક્ટેરિયા અને ફંગસના વિકાસને વધારવામાં મદદરૂપ થઈ શકે છે. યોગ્ય ભેજનું પ્રમાણ30% થી 40% છે. વધુ પડત ભેજ કરતા ઓછો ભેજ હોય તો તેને પહોંચવું સરળ રહે છે. વોટરટેન્કમાં ભેજ ઓછો કરવો અને સારી રોગપ્રતિકારક શક્તિ પણ તેના વધવાની શક્યતાને ઓછી કરી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો