રાત્રે 12 સુધીની છૂટ નહીં મળે તો હોટેલ-રેસ્ટોરાંનું એલાન-એ-જંગ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-05-2021

આજે મુખ્યમંત્રી રૂપાણીને કરશે રજૂઆત, સંતોષકારક જવાબ નહીં મળે તો આંદોલન

હોટલ અને રેસ્ટોરન્ટ ઓનર એસોસિએશને મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખી રાત્રે 12 વાગ્યા સુધી ટેક અવેની છૂટ આપવાની માંગ કરી છે. હોટલ અને રેસ્ટોરન્ટ ઓનર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું કે પ્રતિ વર્ષ 20 ટકાનો ગ્રોથ કરતા હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાયની હાલત કફોડી બની ગઇ છે.

રાજ્યની 50 હજાર કરતા વધુ હોટલ પૈકી 50 ટકા બંધ થવાના આરે છે. 50 હજાર કરતા વધુ રેસ્ટોરન્ટ 12 લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી આપે છે પરંતુ 50 ટકા હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થતાં 6 લાખ લોકો

બેરોજગાર થવાની ભીતિ છે. સાથે જ તેમણે છેલ્લા 15 મહિનાથી વ્યવસાય બંધ હાલતમાં હોવાથી એક વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાની પણ માંગ કરી છે. હોટલ ઓનર્સ એસોસિએશનના સભ્યો સોમવારે મુખ્યપ્રધાનને રજૂઆત કરશે. પરંતુ જો હવે સરકાર છૂટછાટ નહીં આપે તો હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન આંદોલન કરશે તેવી ચીમકી નરેન્દ્ર સોમાણીએ ઉચ્ચારી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો