આ એક નાના ઉપાયથી તમે બ્લેક અને વ્હાઈટ ફંગસથી બચી શકશો, નિષ્ણાંત ડોક્ટરોની રાહતભરી ખબર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-05-2021

નિષ્ણાંત ડોક્ટરોનું માનવું છે કે બ્લેક કે વ્હાઈટ ગમે તે પ્રકારની ફંગસમાંથી બચવાનો એકમાત્ર ઉપાય સુગર કન્ટ્રોલમાં રાખવી છે.

મહારાષ્ટ્રના નાગપુરના જાણીતો એન્ડોક્રીનોલોજિસ્ટ ડોક્ટર હિમાશું પાટિલે જણાવ્યું કે ડાયાબિટીસથી પીડિત લોકોની રોગપ્રતિકાર શક્તિમાં થોડા ઘટાડો આવે છે અર્થાત તેમને ફંગસનો સૌથી વધારે ખતરો રહેતો હોય છે. ડાયાબિટીસના દર્દીઓ પર કોરોનાની સૌથી વધારે અસર પડે છે તેનાથી ફંગસનું વધારે જોખમ રહે છે. અને પછી સ્ટેરોઈડ પણ હોય છે જે રોગ પ્રતિકાર શક્તિમાં ઘટાડો કરે છે.

વ્હાઈટ ફંગસની બીમારીમાં બ્લેક ફંગસ જેવા લક્ષણો જોવા મળતા નથી: નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, વ્હાઈટ ફંગસની બીમારીમાં બ્લેક ફંગસ જેવા લક્ષણો જોવા મળતા નથી. વ્હાઈટ ફંગસની સૌથી વધારે અસર ફેફસા અને શરીરના બીજા ભાગો પર થાય છે. ઘણી વાર તો દર્દીઓમાં કોરોના જેવા લક્ષણો જોવા મળે છે પરંતુ તેમના RT-PCR ટેસ્ટ નેગેટિવ આવતા હોય છે. તેમના સીટી સ્કેનમાં પણ ફેફસામાં ગંભીર નુકશાન થયેલું દેખાતું હોય છે જે કોરોનાના લક્ષણો હોતા નથી પરંતુ વ્હાઈટ ફંગસને કારણે શરીરના અંગોમાં નુકશાન થતું હોય છે.

આ સમયે થાય છે ફંગસની બીમારી, ધ્યાન રાખજો: કોરોનાની સારવાર દરમિયાન અથવા તો કોરોનામાંથી સાજા થતી વખતે લોકોને વ્હાઈટ ફંગસની બીમારી લાગુ પડતી હોય છે. આ બધા દર્દીઓમાં ડાયાબિટીસની એક વાત સામાન્ય રીતે જોવા મળે છે. ડોક્ટર હિમાશું પાટિલે જણાવ્યું કે  સતત માસ્ક પહેરીને તથા અંગત સ્વાસ્થ્ય જાળવીને અને સુગર પર નિયમિત ધ્યાન રાખીને તથા સુગરને ચુસ્ત રીતે કાબુમાં રાખીને તમે બ્લેક કે વ્હાઈટ ફંગસથી બચી શકો છો.

કોરોનાથી સાજા થનાર લોકોએ ઈમ્યુનિટી જાળવી રાખવી ખૂબ મહત્વની: તેમણે કહ્યું કે કોરોનાથી સાજા થનાર લોકોએ ઈમ્યુનિટી જાળવી રાખવી ખૂબ મહત્વની છે કારણ કે જો ઈમ્યુનિટી ઓછી હશે તો ફંગસનો સૌથી વધારે ખતરો રહેતો હોય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો