તમે પણ તૈયાર કેરીના રસનું સેવન કરતા હો તો સાવધાન!!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-05-2021

જો તમે બજારમાં મળતા તૈયાર કેરીના રસનુ સેવન કરતા હોવ તો ચેતી જજો! હાનિકારક કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર દ્વારા કરવામા આવેલ રિસર્ચમાં સામે આવ્યુ છે કે તત્વો અને વધુ પડતી સુગર નંખાતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

કેરીનો રસ ખાતા લોકો માટે ચેતવણીરૂપ રિસર્ચ સામે આવી છે. સીઇઆરસી દ્વારા કરવામા આવેલા રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સીઇઆરસી દ્વારા કરવામા આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, મોટાભાગના તૈયાર રસમાં સુગરનુ પ્રમાણ વધુ છે. એટલે કે 100 ગ્રામ રસમાં 20 ગ્રામથી વધુનુ સુગર લેવલ જોવા મળ્યું છે.

મોટી કંપનીઓના તૈયાર કેરીના રસનુ સેવન કરતા હોવો તો તમારે ચેતી જવાની ખાસ જરૂર છે. કારણ કે આ કંપનીઓ તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે. એક વ્યક્તિને દિવસમાં ફક્ત 20 થી 30 ગ્રામ જ સુગરની આવશ્યકતા રહે છે પરંતુ બજારમાં મળતા રસમાં મોટી સંખ્યામાં સુગર લેવલ અને સ્વાસ્થ્ય માટે હાનીકારક એવા ફ્યુટ કલર્સ મળી આવ્યા છે. સીઇઆરસી દ્વારા 10થી વધુ બ્રાન્ડનુ રિસર્ચ કરવામા આવ્યુ જેમાં મોટાભાગના સેમ્પલમાં પેકેજીંગ ડિટેલ્સમા ખામી, વધુ પડતી સુગર, હાનિકારક દ્વવ્યો સહીતની ખામી સામે આવી છે.

બજારમાં મળતા તૈયાર કેરીના રસથી હેલ્થને પણ નુકસાન થઇ શકે છે. રિસર્ચમા સામે આવ્યુ છે કે કેરીના રસમાં ડાઇ બેઝ કલર્સ ડેટાઝીન, સનસેટ યલો ઉપરાંત ખરાબ પાણીની માત્રા પણ વધુ પડતી હોવાથી તેની અસર વ્યકિતના હેલ્થ પર પડે છે. દર્દીને અસ્થમાં અને ડાયાબિટિસ, સ્ટમક અપશેટ થવુ, કલર્સનુ રિએક્શન પણ થતુ હોવાનુ સામે આવ્યુ છે.

આ ઉપરાંત બજારમાં મળતી કેરીની ગુણવત્તા પર પણ રિસર્ચ કરવામા આવ્યુ છે. સીઇઆરસીએ નોંધ્યુ છે જે કેરી પાકી હોય ત્યારે તેના પર કરચલી જોવા મળે તો તે નેચરલી પાકી હોય છે જ્યારે પ્રતિબંધીત કાર્બાઇડથી પકવેલી કેરી એકસરખી ચળકતી હોવાનુ માનવામા આવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો