18+ને રજિ. વગર રસી નહીં: જયંતી રવિ

રજિસ્ટ્રેશન કરાવેલાને પ્રથમ ચાન્સ, વધેલા વૅક્સિનમાં વહેલો તે પહેલો તેવા અહેવાલ બાદ આરોગ્ય સચિવનો રદિયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.242-05-2021

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોવાનું સરકારી આંકડાઓ દર્શાવી રહ્યા છે. સરકાર દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણને વેગ આપવા માટે પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા રાજ્ય સરકારે રાજ્યમાં બગડેલા વેક્સિનના ડોઝની સંખ્યા આપી હતી. જેના પગલે હવે વેક્સિનના ડોઝ બગડે નહીં તે માટે 18થી 45 વર્ષની વયના લોકોને વેક્સિન આપવા માટે સરકારે જાહેરાત કરી છે. જેમાં હવે કો-વિન પ્લેટફોર્મ ઉપર જે લોકોએ રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેઓ સીધા રસીકરણ કેન્દ્ર ઉપર જઈને જ રજિસ્ટ્રેશન કરાવી વેક્સિનનો ડોઝ લઈ શકશે તેવા મીડિયામાં વહેતા થયેલા અહેવાલો બાદ રાજ્યના મુખ્ય આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ રદિયો આપી જણાવ્યું હતું કે રસી માટેની અગાઉની પ્રક્રિયા જ યથાવત રહેશે. આમ રાજ્ય સરકારમાં 18+ના રસીકરણ મામલે જ જબરું કન્ફ્યુઝન સર્જાયું હતું.

આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડો. જયંતિ રવી એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં 18 થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી.

તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો