વાપીમાં લાંચિયો એક લાખની લાંચ લેતા PSI દાફડા રંગેહાથે ઝડપાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-05-2021

કેટલાક પોલીસ કર્મચારીઓ પોતાના પગાર ઉપરાંત ટેબલ નીચેની કમાણી કરવામાં મગ્ન રહેતા હોય છે. આવો જ એક લાંચિયો પોલીસ કર્મચારી એન્ટી કરપ્શન બ્યુરોનીટીમના છટકામાં ભરાયો હતો અને ACB ટીમના ઓફિસરોએ રંગેહાથે પકડ્યો હતો. વાપી ટાઉનમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ફરિયાદી પાસેથી પાંચ લાખ માંગ્યા હતા. જેમાં ફરિયાદીએ ચાર લાખ રૂપિયા ચૂકવ્યા હતા. અને એક લાખ રૂપિયા લેવા જતાં પીએસઆઈ ભરાઈ ગયો હતો. એટલું જ નહીં લાંચિયો પીએસઆઈએ ફરિયાદી પાસેથી એસી. ફ્રીઝ સહિતની વસ્તુઓ પણ લીધી હતી. પીએસઆઈએ ફરિયાદ દાખલ કરવા માટે પાંચ લાખની લાંચ માંગી હતી.

મળતી માહિતી પ્રમાણે ફરિયાદીની મેડીકલ એજન્સીમાં અગાઉ નોકરી કરી ગયેલ કર્મચારીના મિત્ર સાથે ભાગીદારીમાં મેડીકલ દવાનો હોલસેલ ધંધો ફરિયાદી શરૂ કરવાના હતા. અને કર્મચારીના મિત્ર રાજસ્થાન ગયેલ અને રાજસ્થાનના પોલીસ સ્ટેશનમાં કોઇ ગુનામાં સંડોવાઈ જતાં તેમણે ફરિયાદીને વોટ્સ એપ કોલ કરી ફરિયાદી પાસે રૂપિયા દસ લાખની માંગણી કરતા ફરિયાદીએ આપવાની ના પાડી હતી.

જેથી કર્મચારીના મિત્રએ ફરિયાદીની મેડીકલ એજન્સીના નામે ખોટાં-ખોટાં લેટર પેડો બનાવી ફરિયાદીના નામની ખોટી સહીઓ કરી ફરિયાદી પાસે રૂપિયા વીસ લાખની માંગણી કરેલ અને રૂપિયા ન આપે તો ફરિયાદીને ખોટાં કેસમાં ફસાવી દેવાની તેમજ ફરિયાદીને અને તેમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જેથી ફરિયાદીએ આ અંગે કર્મચારીના મિત્ર વિરૂધ્ધમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપેલી હતી. જે અરજીની તપાસ આ કામના આરોપી કરી રહેલ હતા. આ બાબતે ફરિયાદીની એફ.આઇ.આર. દાખલ કરવાના અવેજ પેટે આરોપીએ ફરિયાદી પાસે પાંચ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

જેમાંથી આરોપીએ ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે ચાર લાખ રૂપિયા અગાઉ લઇ લીધેલા તેમજ આરોપીએ ફરિયાદીની અરજી ઉપરથી એફ.આઇ.આર. દાખલ કરેલ તેના બદલામાં ફરિયાદી પાસેથી 1-એ.સી., 1-ફ્રિઝ, 2-સેટી, 2-ગાદી, 1-કબાટ, 1-ગીઝર મળી કુલ કિં.રૂ.86,700ની ચીજ-વસ્તુઓ લીધેલી અને આ ઉપરાંત રૂ.1,00,00 લાંચની રકમની માંગણી કરતો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો