જો બેંકમાં FD કરાવી હોય તો તમારા માટે છે કામના સમાચાર, જૂન સુધી ભરી દેજો આ ફોર્મ, નહીંતર થશે મોટું નુકસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-05-2021

CBDTએ હાલમાં જ એફડી કરાવતા લોકો માટે એક નવું નોટિફિકેશન જારી કર્યું છે. જે હેઠળ ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા જમા કરતા લોકોએ 30 જૂન પહેલાં 15G અને 15H ફોર્મ જમા કરવું પડશે. નહીંતર થશે નુકસાન.

આ ફોર્મનો એફડી સાથે શું સંબંધ છે?: કેટલાક લોકોના મનમાં એક સવાલ હશે કે આ બંને ફોર્મનો એફડી સાથે શું સંબંધ છે? તો જાણી લો કે 15 જી અને 15 એચ ફોર્મનું સીધો સંબંધ ફિક્સ્ડ ડિપોઝિટ સાથે છે. આ ટીડીએસ બચાવવામાં મદદ કરે છે. આજના સમયમાં લોકો આકર્ષક વ્યાજ અને વળતર માટે એફડીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. પરંતુ તમારે એફડી પર મળેલા રિટર્ન પર ટેક્સ ભરવો પડે છે. સેન્ટ્રલ બેંક આરબીઆઈએ ટેક્સની થ્રેસહોલ્ડ લિમિટ નક્કી કરી છે, જેને પાર કરવા પર ટીડીએસ કાપવામાં આવે છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ટીડીએસની થ્રેસહોલ્ડ લિમિટ અગાઉ 10,000 રૂપિયા હતી, જે આ નાણાકીય વર્ષના બજેટમાં વધારીને 40 હજાર કરવામાં આવી. આ મર્યાદા પોસ્ટ ઓફિસ અને બેંકમાં ડિપોઝિટ માટેની છે. જો તમે ટીડીએસને ટાળવા માંગતા હો, તો તમારે 15 જી અને 15 એચ ફોર્મ ભરવું પડશે. આ ઈન્કમટેક્સનો જએક ભાગ છે.

15 જી ફોર્મ ભરતા પહેલાં આ શરતો જાણી લો: આવક પરના ટીડીએસ કપાતને ટાળવા માટે ફોર્મ 15 જી ભરવામાં આવે છે. તેની 5 શરતો છે જેના પર આ ફોર્મ ભરાય છે. ચાલો જાણીએ આ ફોર્મ કોણ ભરી શકે છે-

ભારતીય નાગરિક અથવા સંયુક્ત હિન્દુ પરિવાર અથવા ટ્રસ્ટ આ ફોર્મ ભરી શકે છે.

60 વર્ષથી નીચેના લોકો આ ફોર્મ ભરી શકે છે.

આ ફોર્મ કંપની અથવા પેઢી માટે માન્ય નથી.

કુલ આવક પર ચૂકવવાપાત્ર વેરો શૂન્ય હોવો જોઈએ.

એક વર્ષમાં મેળવેલું વ્યાજ, કર મુક્તિની મર્યાદાથી ઓછું હોવું જોઈએ.

15 એચ ફોર્મ ભરતા પહેલાં આ શરતો જાણો

ટીડીએસ કપાત ટાળવા માટે 60 વર્ષથી ઉપરના લોકોએ ફોર્મ 15 એચ ભરવું પડશે. જોકે, તેમાં કેટલીક શરતો પણ છે. ચાલો વિશે જાણીએ-

કોઈપણ ભારતીય નાગરિક આ ફોર્મ ભરી શકે છે.

વ્યક્તિ ઓછામાં ઓછી 60 વર્ષની હોવી જોઈએ.

કુલ કમાણી પર કરની જવાબદારી શૂન્ય હોવી જોઈએ.

ફોર્મ સાથે પાનકાર્ડ અટેચ કરવાનું ભૂલશો નહીં

આ બે ફોર્મમાં, તમારી કેટલીક બેસિક માહિતી પૂછવામાં આવે છે, પ્રથમ તેને સાવધાનીથી ભરો. ફોર્મ ભર્યા પછી હવે ટેક્સ ડિક્લેરેશન સાથે તમારા પાનકાર્ડની એક કોપી અટેચ કરો. આ પછી, આ ફોર્મ તમારા ફાઇનાન્સરને સબમિટ કરો. ધ્યાનમાં રાખો કે આ બંને ફોર્મ ફક્ત એક વર્ષ માટે માન્ય છે. વર્ષની શરૂઆતમાં, આ ફોર્મ્સ તમારા ફાઇનાન્સરને સબમિટ કરવા જોઈએ. ફોર્મ ભરતા પહેલાં, ખાતરી કરો કે તમારા ફાઇનાન્સરે ટેક્સ કાપ્યો નથી કારણ કે બેંક તમને રિફંડ નહીં આપે. બેંકમાંથી ટીડીએસના પૈસા ઉપાડવા માટે તમારે આઇટીઆર ભરવું પડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો