WHOનો રેમડેસિવિર પર પ્રતિબંધ

 ‘રામબાણ’ ગણાતા ઈન્જેકશનને પ્રિ-ક્વોલિફિકેશન લિસ્ટમાંથી પણ હટાવ્યું!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-05-2021

દેશ અને દુનિયામાં કોરોનાની બીજી લહેરના પ્રકોપની વચ્ચે રેમડેસિવિરને લઈને મોટી ખબર સામે આવી છે. દેશમાં ઘણા સમયથી રેમડેસિવિરને કોરોના માટે રામબાણ સમજતા લોકો માટે મોટા આધાતજનક સમાચાર આવ્યા છે. ભારતમાં કોરોના દર્દીની સારવાર માટે આ રેમડેસિવિરનો ખૂબ મોટા પાયે ઉપયોગ થયો. ત્યારે હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને કોરોના દર્દીની સારવાર સાથે જોડાયેલા પ્રોટોકોલની યાદીમાંથી હટાવી દીધુ છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે whoએ આ ઈંજેક્શનને કોરોના દર્દીની સારવાર માટેની

યાદીમાંથી હટાવી દીધુ છે. એટલે કે, વિશ્વ સંસ્થાએ રેમડેસિવિરને પોતાની પ્રી ક્વાલિફિકેશન યાદીમાંથી હટાવી દીધુ છે. આ નિર્ણય લેતા પહેલા whoએ કોવિડ દર્દીઓના સારવાર દરમિયાન ઉપયોગ કરવાને લઈને પણ ચેતવણી આપી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ‘હૂ’એ દાવાથી વિપરીત દુનિયાના કેટલાય દેશો સહિત ભારતમાં પણ દર્દીઓની સારવારમાં રેમડેસિવિર ઈંજેક્શનનો ખૂબ ઉપયોગ થયો. ભારતમાં તો ગંગારામ હોસ્પિટલના મુખ્ય ડોક્ટર રાણાએ તેના ઉપયોગ સામે સવાલો ઉભા કર્યા હતા. ત્યારે હવે ભારતમાં પણ કોરોનાની સારવારમાં આ ઈંજેક્શનને બાકાત કરવાની માગ ઉઠી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો