1 ઑક્ટો.થી ટાયરની રેટિંગ સિસ્ટમ્સ લાગુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-05-2021

તમારી કારને લગતા નવા નિયમ લાગુ થવા જઇ રહ્યાં છે. જી હા, પેસેંજર કાર અને કોમર્શિયલ વ્હીકલના ટાયરોને રસ્તા પર સુરક્ષા અને ફ્યૂલની બચતની દ્રષ્ટિએ સારા રાખવા માટે નવા નિયમ લાગુ કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે કારો, બસો અને ટ્રકોના ટાયર માટે રસ્તા પર આવર્તી ઘર્ષણ, ભીના રસ્તા પર ટાયરની પકડ અને વાહનના ચાલવા સમયે ટાયરથી ઉત્પન્ન ધ્વનિ વિશે નિયમોનો ડ્રાફ્ટ જારી કર્યો છે.

સરકારે નવા મોડલના ટાયરો માટે આ નિયમોને 1 ઓક્ટોબર 2021 અને તમામ વર્તમાન કારોના ટાયરો માટે 1 ઓક્ટોબર 2022થી લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

ઓટો ઇન્ડસ્ટીરને લગતા જાણકારોનું કહેવું છે કે નવા નિયમ ગ્રાહકોની સફરને આરામદાયક બનાવશે. શુક્રવારે જારી પ્રેસ રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે તેનો હેતુ તે સુનિશ્વિત કરાવવાનો છે કે વાહનોના ટાયર વધુ ભરોસાલાયક અને સારા હોય. ભારતમાં આ સમયે

અનેક કંપનીઓ ટાયર બનાવે છે. વર્તમાન સમયમાં, ભારતમાં વેચવામાં આવતા ટાયરોની ગુણવત્તા માટે બીઆઇએસ નિયમ છે. જો કે તે ગ્રાહકોને તેવી જાણકારી નથી આપતા જે તેમને ટાયર ખરીદવામાં તેમની મદદ કરે. તેથી સરકાર રેટિંગ સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહી છે.

જાણકારોનું કહેવું છે કે આ પગલા ટાયરો માટે સ્ટાર રેટિંગ સિસ્ટમ લાવવા જેવુ હશે. જી હા, હવે કારોના ટાયરોને પણ રેટિંગ મળશે. તાજેતરમાં જ સિએટે ભારતમાં ટાયર લેબલ સિસ્ટમ શરૂ કરી છે. તેનાથી ગ્રાહકોને ટાયર પસંદ કરવામાં સરળતા રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો