મોરબીમાં કોરોનાની કપરી સ્થિતિમાં ઓક્સિજન પૂરું પાડવાની કામગીરી બાદલ ટંકારાના ઓક્સિજન મેન એવા ત્રણેય યુવાનોનું સન્માન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-05-2021

(જીગ્નેશ પટેલ દ્વારા) મોરબીમાં જયારે કોરોનાની વિકરાળ પરિસ્થિતિ હતી ત્યારે હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ હતા, સમગ્ર રાજ્યમાં ઓક્સિજનની ભારોભાર અછત હતી આવી સ્થિતિમાં પણ ઓક્સિજનમેન એવા નિલેશભાઈ પટણી, સુભાષભાઈ ઢેઢી, હસમુખભાઈ દુબરીયાની મહેનતથી જયારે લોકો ઓક્સિજનની ક્યાંય પણ વ્યવસ્થા કરી શકવા સક્ષમ ન હતા તેવા સમયે હોસ્ટિપટલો દ્વારા દર્દીઓને ઓક્સિજનની વ્યવસ્થા ખુદ કરીને લાવવામાં જાણવામાં આવતું હતું તેવા સંજોગોમાં સતત 22 દિવસ સુધી શ્રી સરદાર પટેલ લેવા પાટીદાર આઇસોલેશન સેન્ટરમાં કોઈપણ દર્દીઓને ઓક્સિજનની બોટલની અછત સર્જવા દીધી ન હતી ગમે ત્યાંથી ઓક્સિજનની વ્યવસ્થા કરીને જ જંપીશું તેવા દ્રઢ નિર્ધારથી આ તમામ યુવાનોએ એક કોલ કરો અને ઓક્સિજનની વ્યવસ્થા કોઈપણ ભોગે કરી આપતા હતા આથી આ લોકોને ઓક્સિજનમેન તરીકે લોકો ઓળખી રહ્યા છે. તેઓની આ ઉત્તમ કામગીરી બદલ દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર તેઓને હાર્દિક અભિનંદ પાઠવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો