હવે કોલેજ અને યુનિવર્સિટીમાં 40% ઓનલાઇન, 60% ઓફલાઇન અભ્યાસક્રમ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા દેશની તમામ યુનિવર્સિટીને ડ્રાફટ પેપર મોકલાયું : ઓનલાઇન અભ્યાસક્રમને મહત્વ આપવા સિવાય હવે વિકલ્પ નથી : ટેકનીકલ શિક્ષણમાં પણ આવી વ્યવસ્થા જરૂરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-05-2021

દેશમાં કોરોના સંક્રમણને કારણે સમગ્ર શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર થઇ ગયો છે અને છેલ્લા એક વર્ષમાં શાળા-કોલેજો બંધ હોવાના કારણે ઓનલાઇન શિક્ષણને મહત્વ આપવામાં આવી રહ્યું છે. તે સાથે હવે યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશને દેશમાં કાયમ માટે ઓનલાઇન અને ઓફલાઇનનું એક નવું મોડેલ અપનાવવા માટે ભલામણ કરી છે

જેમાં કોલેજો અને યુનિવર્સિટીઓમાં ગે્રજયુએશનથી લઇ 40 ટકા અભ્યાસક્રમ ઓનલાઇન અને 60 ટકા ઓફલાઇન રાખવા જણાવાયું છે. શૈક્ષણિક વર્ષ 2021 થી યુજીસી દ્વારા તથા યુનિવર્સિટીઓને 40 ટકા અભ્યાસ ઓનલાઇન કરવા માટે યોગ્ય ટાઇમટેબલ ગોઠવવા જણાવાયું છે. ર0ર0માં જે નવી રાષ્ટ્રીય નીતિ બનાવવામાં આવી હતી તેમાં પણ આ પ્રકારની ભલામણ કરવામાં આવી છે. યુજીસી દ્વારા નિષ્ણાંતોની સમિતિ રચીને 6 જુન સુધીમાં યુનિવર્સિટી કઇ રીતે તેનો અમલ કરી શકે

તે જોવા જણાવ્યું છે. યુજીસીના સચિવ પ્રો. રજનીશ જૈન દ્વારા રાજય સરકારોને પણ આ ડ્રાફટ મોકલીને તેમાં સુચનો હોય તો તે આપવા જણાવ્યું છે જેથી જુનના અંત સુધીમાં આ અંગેનો એક મોડેલ તૈયાર કરીને તમામ યુનિવર્સિટીને આપી દેવાશે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ઓફલાઇન અને ઓનલાઇન બંનેનું મિશ્રણ શિક્ષણ છે હવે આપણે અપનાવવું પડશે ખાસ કરીને ડિસ્ટન્સ લર્નિંગનો ખ્યાલ સૌથી મહત્વનો બની ગયો છે અને તેથી બ્લેન્ડેડ મોડેલ સૌથી મહત્વનું બની જશે.

યુજીસીએ ટેકનીકલ શિક્ષણને પણ ઓફલાઇન અને ઓનલાઇનમાં બંનેમાં વહેચવા માટે જણાવ્યું છે અને જયાં તાલીમ સહિતની વ્યવસ્થાઓ હોય તેમાં પણ આ પ્રકારની વ્યવસ્થાથી વધુ વિદ્યાર્થીઓને લાભ આપી શકાશે તેવું જણાવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો