મોરબી સીરામીક મિત્ર મંડળ દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમા રૂબરૂ જઈ 17 હજાર પાણીની બોટલ, 10 હજારથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-05-2021

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબીના સેવાભાવી લોકો મોરબી જ નહિ કોઈપણ વિસ્તારમાં મુશ્કેલીના સમયમાં સતત મદદરૂપ થતા આવ્યા છે. ગુજરાતમાં જયારે તાઉ-તે વાવાઝોડાએ ભારે તબાહી મચાવી ત્યારે ગીર-ગઢડા વિસ્તારના ગામોમાં ભારે નુકસાની થઇ હતી ત્યારે મોરબી શહેરના સિરામિક મિત્ર મંડળ ગ્રુપના તમામ યુવાનો દ્વારા ગીર ગઢડા જઈ ત્યાંના ગામોમાં ગત તા. 21ના રોજ ફૂડ પેકેટ અને પાણીની બોટલોનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું અને હજુ આસપાસના અસરગ્રસ્ત વિસ્તારોને મદદરૂપ થવાનું ચાલુ જ છે.

મોરબી સીરામીક મિત્ર મંડળ દ્વારા ગીર-ગઢડામાં 10 હજારથી વધુના ફૂડ પેકેટ અને 17 હજારથી વધુ પાણીની બોટલોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તેઓના ખુબ ઉત્તમ માનવસેવાના કાર્ય બદલ દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર તેઓને હાર્દિક અભિનંદન પાઠવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો