દિવ્યક્રાંતિના રાજકોટના પત્રકાર યોગેશભાઈ બુધ્ધભટ્ટીના સ્વસુરશ્રી ઈશ્વરભાઈ મેઘજીભાઈ બગ્ગાનું દુઃખદ અવસાન 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-05-2021

(યોગેશ બુધ્ધભટ્ટી દ્વારા) દિવ્યક્રાંતિ અખબારના રાજકોટ ખાતેના પત્રકાર યોગેશભાઈ બુધ્ધભટ્ટીના સ્વસુરશ્રી ઈશ્વરભાઈ મેઘજીભાઈ બગ્ગાનું માધાપર મુકામે તા. 20-5 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વ. ઈશ્વરભાઈ માધાપર વિસ્તારમાં ખુબ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. તેઓ કંસારા સમાજના સેવા કાર્યોમાં સદા સક્રિય રહ્યા હતા. વિશાળ પરિવાર અને મિત્ર વર્તુળ ધરાવતા ઈશ્વરભાઈ છેલ્લા થોડા દિવસથી માધાપર મુકામે કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. તેઓના અવસાનથી સમસ્ત મારુ કંસારા સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ હતી. પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વરભાઈના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર પ્રાર્થના કરે છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો