હવે CNGથી ચાલશે ટ્રેકટર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-05-2021

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય જ ગ્રામીણ ભારતમાં ક્લિન ફ્યુઅલને પ્રોત્સાહન આપવા સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ નિયમોમાં સુધારા સૂચિત કર્યા છે.આ ફેરફાર પછી, ડીઝલ અને પેટ્રોલથી ચાલતા કૃષિ ટ્રેક્ટર, પાવર ટિલર અને નિર્માણ ઉપકરણ વાહનોને સીએનજી, બાયો-સીએનજી અને એલએનજી ફ્યુઅલ એન્જિનમાં ફેરવી શકાય છે. મંત્રાલયે ટ્વિટ કર્યું, મંત્રાલયે સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ રૂલ્સ, 1989માં સુધારો કરીને કૃષિ ટ્રેક્ટર, પાવર ટિલર, નિર્માણ ઉપકરણ વાહનો અને હાર્વેસ્ટરના એન્જીનોને સી.એન.જી., બાયો-સી.એન.જી. અને એલ.એન.જી. ઈંધણમાં બદલવા માટે કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989માં એક સંશોધનને નોટિફાઈડ કર્યું છે.માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ડીઝલ એન્જિનથી સીએનજીમાં રૂપાંતરિત ભારતનું પ્રથમ ટ્રેક્ટર લોન્ચ કર્યું હતું અને કહ્યું હતું કે આનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પરિવર્તન થશે, અને મોટી સંખ્યામાં રોજગારની તકો પણ ઉભી થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો