કોરોનાથી પ્રિયજન ગુમાવનાર પરિવારને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-05-2021

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કોરોનાના હાહાકાર વચ્ચે તેમના પ્રિયજનો ગુમાવનારા લોકો માટે મોટી જાહેરાત કરી છે. શુક્રવારે સાંજે રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કોરોના રોગચાળામાં પોતાના પરિવારના સભ્યને ગુમાવનાર રાજ્યના પરિવારોને રાજ્ય સરકાર તરફથી 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. કોરોનાની બીજી લહેરની અસર આખા દેશમાં

જોવા મળી રહી છે. મધ્યપ્રદેશ પણ તેની પકડમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં સામેલ છે. મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 7 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. મુખ્યમંત્રીની ઘોષણા બાદ, તેમના પરિવારોને રાજ્ય સરકાર તરફથી આર્થિક સહાય મળશે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આવી કોઈ જાહેરાત કરશે?

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો