વાંકાનેરના હોલમઢ નજીક રાજકોટના યુવાનની હત્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-05-2021

(અજય કાંજીયા દ્વારા) મોરબી ડીવાયએસપી, એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળેવાંકાનેર : વાંકાનેર હોલ માતાના મંદિર નજીક રાજકોટના યુવાનની ચાર શખ્સોએ હત્યા કરી નાખતા સનસનાટી મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં મોરબી ડીવાયએસપી, એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગયા છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટથી મહિકા નજીક રેતીની ગાડી ભરવા આવી રહેલા યુવાનનો હત્યારાઓએ ફોરવ્હીલ ગાડીમાં પીછો કરી હત્યાને અંજામ આપી નાસી છૂટ્યા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો