મંદિર સંચાલકોનો મહત્વનો નિર્ણય ચોટીલા મંદિર બાદ હવે દ્ધારકા મંદિર પણ રહેશે બંધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-05-2021

ચોટીલામાં મંદિર સંચાલકો દ્વારા ભક્તો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, ચોટીલા મંદિર અને દ્વારકા મંદિર સંચાલકોએ મંદિર બંધ રાખવાનો કર્યો નિર્ણય

ચોટીલામાં મંદિર સંચાલકો દ્વારા ભક્તો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, મંદિરને અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો નિર્યણ કર્યો છે ત્યારે બીજી તરફ દ્વારકા મંદિર સંચાલકોએ પણ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં કોરોના મહામારીને પગલે સુરેન્દ્રનગરમાં આવેલા સુપ્રસિદ્ધ ચોટીલા મંદિર ભાવિ ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના કેસ હજુ પણ હજારોની સંખ્યમાં આવી રહ્યા છે, જો કે પહેલા કરતા સ્થિતિ થોડી સારી થઈ છે પરતું ભક્તોના હિતને જોતા મંદિર ટ્રસ્ટે ચોટીલા મંદિરને અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્યય કર્યો છે મહત્વનું છે કે કોરોના સંકટની પ્રવર્તમાન સ્થિતિને લઈને મંદિર સંચાલકોએ આ નિર્ણય કર્યો છે. અગાઉ મંદિર સંચોલક ટ્રસ્ટ દ્વારા 20 મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેની અવધી હવે વધારવામાં આવી છે કોરોના સ્થિતિને ધ્યાનમાં લઈને મંદિર ખોલવા અંગેનો નિર્ણય આગામી સમયમાં મંદિરના ટ્રસ્ટ દ્વારા લેવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો