વાંકાનેરમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ટિફિન આપવાનો સેવાયજ્ઞ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-05-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેરમાં જય ગોપાલ ભોજન સેવા નામે દર્દીઓ માટે વિનામૂલ્યે ટિફિનનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં વાંકાનેરમાં કોઈ પણ દવાખાનામાં દર્દીને ટિફિનની જરૂર હોય તો સંકોચ વિના સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. આ ટિફિન યજ્ઞ નાગજીભાઈ ચાવાળા મો.નં. 9879009228 દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. તેઓએ જરૂરિયાતમંદ દર્દીઓને ટિફિન સેવાનો લાભ લેવા અપીલ કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો