SBIના ગ્રાહકો નોધી લેજો આ બે તારીખ, કેટલીક મહત્વની સર્વિસ રહેશે બંધ

21 ane 23 મે ના દિવસે મેઈન્ટેઈન હેઠળ હોવાથી ડિજિટલ ટ્રાજેક્શન બંધ રહેશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-05-2021

ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)ની ડિજિટલ બેન્કિંગ સેવાઓ 21 અને 23 મેએ બંધ રહેવાની છે. જોકે, આ સર્વિસ રાતના સમયે પ્રભાવિત રહેશે. તેનું કારણ એ છે કે, ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મના અપડેશનનું કામ હાથ ધરવામાં આવનાર છે. એસબીઆઈએ ટ્વીટ કરી આ જાણકારી ગ્રાહકોને આપી છે. એસબીઆઈએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘અમે મેન્ટેનન્સ સંબંધી કામ 21 મે, 2021એ રાત્રે 10.45થી 22 મે, 2021એ મોડી રાત્રે 1.15 સુધી કરીશું. તે ઉપરાતં 22 મેનો દિવસ પૂરો થયા પછી 23મેએ રાત્રે 2.40 કલાકથી સવારે 6.10 વાગ્યા સુધી પણ મેન્ટેનન્સનું કામ ચાલશે. આ દરમિયાન એસબીઆઈની ઈન્ટરનેટ બેન્કિંગ/યોનો/યોનો લાઈટ/યુપીઆઈ સેવાઓ ઉપલબ્ધ નહીં રહે.’

SBIએ ગ્રાહકોને પડનારી મુશ્કેલી માટે ખેદ વ્યક્ત કર્યો છે અને સહકારનો આગ્રહ કર્યો છે. બેંક દ્વારા કહેવાયું છે કે, આ બધું ગ્રાહકોને વધુ સારી બેન્કિંગ સુવિધા આપવા માટે કરવામાં આવી રહ્યું છે. આ પહેલા 7 મે, 2021એ રાત્રે 10.15થી લઈને 8 મે, 2021એ મોડી રાત્રે 1.45 કલાક સુધી પણ બેન્કની ડિજિટલ બેન્કિંગ સર્વિસીઝ મેન્ટેનન્સ કામને કારણે પ્રભાવિત રહી હતી.

દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈની 22,000થી વધુ શાખાઓ છે અને 57,889 એટીએમ છે. 31 ડિસેમ્બર, 2020ની સ્થિતિ મુજબ, ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ ઉપયોગ કરતા ગ્રાહકોની સંખ્યા ક્રમશઃ 8.5 કરોડ અને 1.9 કરોડ છે. તો, બેંકના યુપીઆઈનો ઉપયોગ કરનારા ગ્રાહકોની સંખ્યા 13.5 કરોડ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો