(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-05-2021
(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર તાલુકામાં ક્યાંય પણ પાણીજન્ય કે મચ્છરજન્ય રોગચાળો ન ફેલાઈ તે માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો. એમ.એ. શેરસીયાની સૂચનાથી વાંકાનેર તાલુકાના પી.એચ.સી. સેન્ટરના તમામ કર્મચારીઓ દ્વારા પીવાના પાણીનું કલોરીનેશન તથા એન્ટી લાર્વેલ કામગીરીની શરૂઆત કરવામા આવી. આજે તમામ ગામોમાં પીવાનું પાણીનું કલોરીનેશન કરવામાં આવેલ છે. જે નિયમિત ધોરણે કરવાની સૂચના મળેલ છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા એન્ટી લાર્વેલ કામગીરી (ઘરમાં ભરેલ પાણીના સાધનોમાં) અઠવાડિક એબેટ કામગીરી આરોગ્ય કર્મચારી આશા બહેનો દ્વારા કરવામાં આવી રહી છે. ઘરની આજુબાજુ મચ્છર ઉત્તપત્તિ સ્થાનો નાશ કરવા સહિતની કામગીરીનો આરંભ કરવામાં આવેલ છે તો લોકોએ આ કામગીરીમાં સહયોગ આપવા જણાવાયું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો