મોરબી: દર્દીઓના ઓક્સિજન સિલિંડર સમયસર બદલાવી આપવાની કામગીરી બદલ અજય લોરિયા તથા ટીમને સસ્સ્તીપત્ર એનાયત કરાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-05-2021

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી શહેરમાં જયારે કોરોનાની બીજી લહેરે ખતરનાક રૂપ ધારણ કર્યું હતું ત્યારે, મોરબી સિવિલ હોસ્પિટલ તેની ક્ષમતા કરતા વધુ દર્દીઓ સારવાર હેઠળ હોઈ હોસ્પિટલમાં દર્દીઓને સમયસર ઓક્સિજન બદલવા સ્ટાફની ભારોભાર અછત વર્તાઈ રહી હતી ત્યારે, પ્રાણવાયુની અછત સાથે સાથે માનવબળની પણ અછત થવા લાગી હતી ત્યારે કટોકટીના આવા સમયે અજય ભાઈએ પોતાની ટિમને આ કામે લગાવી દીધી હતી અને દર્દીઓના ઓક્સિજનના બાટલા સમયસર બદલાવી આપવાની સેવાકીય કામગીરી સતત 32 દિવસ સુધી કરી હતી. અને ભવિષ્યમાં પણ કોઈ મદદની જરૂર પડ્યે હાજર રહેવાની ખાતરી આપી હતી. અજયભાઇ લોરિયાની આ માનવસેવા બાદલ તેમને હોસ્પિટલ પ્રશાશન તરફથી સસસ્તી પત્ર એનાયત કરી ઋણ સ્વીકાર કરેલ હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો