વાંકાનેરમાં ધારાસભ્ય પીરઝાદાના કાર્યાલય ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-05-2021

(અજય કાંજીયા દ્વારા) ગઈકાલથી સમગ્ર ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની અસર વર્તાય રહી છે. ત્યારે વાવાઝોડા સામે તકેદારીના ભાગરૂપે વાંકાનેર-કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય પીરઝાદાના કાર્યાલય, વાંકાનેર ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ વાવાઝોડા દરમ્યાન કોઈપણ મુશ્કેલી પડે તો ધારાસભ્ય પીરઝાદાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકાશે. જે માટે ઈરફાન પીરઝાદા (98250 92955), શકીલ પીરઝાદા (98984 27486) અથવા આબીદ ગઢવારા (97148 99357)નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો