રાજ્યમાં કુલ ત્રણ મોત, બે લાખથી વધુ લોકોનું સ્થળાંતરણ, 40 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી : વાવાઝોડાની સમીક્ષા કરતા વિજયભાઈ રૂપાણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-05-2021

વાવાઝોડાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે, મંગળવારે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારાના 14 જિલ્લાઓમાં વાવાઝોડાની અને વરસાદની સ્થિતિની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ ગઈકાલે રાત્રે ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિની પળેપળની માહિતી મેળવવા અને જિલ્લા તંત્રોનું માર્ગદર્શન કરવા ગઈકાલે મધ્યરાત્રિ સુધી 4 કલાક કન્ટ્રોલ રૂમમાં જાતે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આજે સવારે પણ કન્ટ્રોલ રૂમ પહોંચીને રાત્રિની વાવાઝોડાને વરસાદની સ્થિતિ, નુકસાની અને રોડ રસ્તા બંદરો વગેરેને થયેલી અસરની વિગતો પણ પ્રાપ્ત કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું.મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લાઓમાં વરસી રહેલા વરસાદ પવનની ગતિ અને હવામાન વિભાગની આગાહી અંગે પણ વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી.

મુખ્યસચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.

વાવાઝોડું તા.૧૭-૦૫-૨૦૨૧ ના રોજ ૨૦-૩૦ કલાકે ઉના અને દીવ વચ્ચે ટકરાયેલ હતું જેની ગતિ ૧૫૦થી ૧૭૫ પ્રતિ કલાકની હતી. જેનાથી જિલ્લાના ૧૧૨૭ ગામોમાં અસર થયેલ છે. જેના કારણે ગીર સોમનાથ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં ભારે / અતિભારે વરસાદ પડ્યો છે.

રાજયમાં તા .૧૮ / ૦૫ / ૨૦૨૧ ના સવારના ૬.૦૦ કલાકથી ૦૮.૦૦ કલાક સુધીમાં ૨૨ જિલ્લાના ૧૦૬ તાલુકામાં કુલ ૯૪૩ મીમી વરસાદ નોંધાયો છે.

રાજયના કુલ -૧૯ જિલ્લાના -૧૧૨૭ સ્થળાંતર કરવા પાત્ર ગામોમાંથી ૨,૨૮,૬૭૧ લોકોને ૨૫૦૦ આશ્રય સ્થળોમાં સ્થાળાંતરીત કરવામાં આવ્યા છે. વાવાઝોડાથી થયેલા નુકસાનને પહોંચી વળવા માટે ૨૭૬

ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ, ૨૮૭ માર્ગ અને મકાન વિભાગનીની ટીમો તૈયાર રાખવામાં આવી છે. વધુમાં વીજ પુરવઠો જળવાઇ રહે તે માટે ૬૫૬ ટીમો તૈયાર રાખેલ છે. આરોગ્ય માટે પ૩૧ ટીમો તથા ૩૬૭ ટીમો મહેસુલી અધિકારીઓને ત્વરીત પગલાં ભરવા માટે ડીપ્લોય કરવામાં આવી છે. રાજયમાં કોવિડની સ્થિતિની પહોંચી વળવા માટે ૧૪૮૯ પાવરબેક અપ રાખવામાં આવેલ છે. ૧૭૮ IcU એબ્યુલન્સ અને ૬૩૬ -108 એબ્યુલન્સની વ્યવસ્થા રાખવામાં આવી છે. ઓકસિજન જરૂરીયાતને પહોંચી વળવા માટે તથા ઓકસીજનનું સરળતાથી વહન થાય તે માટે ૩૯ ગ્રીન કોરીડોર બનાવવામાં આવેલ છે.રાજયમાં કુલ ૫૦૮ ડીવોટરીંગ પંપ રાખવામાં આવેલ છે . ૧૦૩૩૭ હોર્ડીગ્સ શહેરી વિસ્તારમાં તથા ૧૪૮૯ હોડીંગ્સ ગ્રામ્ય વિસ્તારમાંથી ઉતારી લેવામાં આવ્યા છે. જેનાથી નુકશાન થઇ શકે તેવા ૧૩૫ હંગામી સ્ટકચર દૂર કરવામાં આવ્યા છે . અમરેલી જીલ્લાના શિયાળબેટ ગામમાં ૩ બોટ તણાઇ ગયેલ છે.રાજુલા પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરીને નુકશાન થયેલ છે. જાફરાબાદ તાલુકામાં કોમ્યુનિકેશન બંધ છે તથા ધારી બગસરા, જાફરાબાદ અને ખાંભા તાલુકામાં વીજળી બંધ છે વાવાઝોડાના કારણે રાજયમાં કુલ ૧૯૪ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તે પૈકી ૪૦ રસ્તા ફરી શરૂ કરવામાં આવ્યા છે. રાજયમાં કુલ ૨૨૭૧ ગામોમાં વીજ પૂરવઠો બંધ થયેલ છે. જે પૈકી ૨૫૩ ગામોમાં વીજ પૂરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. વાવાઝોડાના કારણે ૧૪૮ પાકી ખાનગી ઈમારતો, ૨૨૧ સરકારી ઈમારતો / સ્ટ્રકચર, ૧૬૬૪૯ કાચાપાકા ઝૂંપડાંઓમાં નુકસાન થયેલ છે. રાજયમાં કુલ 3 લોકોના મૃત્યુ થયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો