ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ, સૌથી વધુ બગસરામાં 8 ઇંચ ખાબક્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં પવન સાથે 8 ઈંચ વરસાદ પડ્યો હતો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-05-2021

Tauktae વાવાઝોડાએ આખા રાજ્યને (Gujarat) ઘમરોળ્યું છે. ત્યારે દરિયાકિનારાનાં વિસ્તારોમાં ઘણી જ અસર જોવા મળી છે. વાવાઝોડાને (Cyclone) કારણે સૌથી વધારે પ્રભાવિત તાલુકાઓની વાત કરીએ તો, અમરેલી, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, મહુવા છે. ઉના અને ગીરગઢડામાં સૌથી વધારે અસર પડી હતી. ત્યારે હવે રાહતનાં સમાચાર પણ આવી રહ્યાં છે કે, વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. પરંતુ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં પવન સાથે 8 ઈંચ વરસાદ પડ્યો હતો. 7 ઈંચ વરસાદ તો માત્ર વહેલી સવારે 4થી 6 વચ્ચે નોંધાયો છે. જ્યારે ગીર ગઢડામાં 7 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડનાં ઉંમરગામમાં 7.64 ઇંચ વરસાદ નોંધાયો હતો.

વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો છે. આ સાથે ભારે પવનના કારણે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોકે, 7 ઈંચ વરસાદ તો માત્ર વહેલી સવારે 4થી 6 વચ્ચે નોંધાયો છે.

જ્યારે ગીર ગઢડામાં 7 ઈંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રનાં એક હજાર ગામોમાં વીજપુરવઠો ઠપ્પ થયો હતો.110 તાલુકામાં 1 મિ.મીથી 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. હજુ ગુજરાત માટે 24 કલાક ભારે છે. આ સાથે 48 કલાક સાવચેતી રાખવાની જરૂર છે.

વાવાઝાડો અંગે રાહતનાં સમાચાર સામે આવી રહ્યાં છે. આ વાવાઝોડું થોડા સમયમાં તોફાનમાં બદલાશે અને ત્યારબાદ ધીરે ધીરે નબળું પડશે. હવામાન ખાતાના અપડેટ પ્રમાણે વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે. સૌથી વધુ પ્રભાવિત તાલુકાઓની વાત કરીએ તો, અમરેલી, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, મહુવા રહ્યા છે. ઉના અને ગીરગઢડામાં સૌથી વધારે અસર પડી હતી. અહીં લાઈટો પણ ગઈ હતી. પવનની સાથે ભારે વરસાદ પણ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વાવાઝોડું હજી આગળ વધશે. આજ સાંજ સુધીમાં ચક્રવાત ગુજરાતમાંથી પસાર થશે. હજી આવવતીકાલે સાંજ સુધી સાવચેતી રાખવાની જરૂર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો