મોરબી સીટી પોલીસ દ્વારા વાવાઝોડાને લઈ બિલ્ડર એસો. સાથે મીટીંગ યોજી

મજૂરોને સલામત સ્થળે રાખવાની ત્વરીત વ્યવસ્થા કરવા સુચના આપી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-05-2021

સંભવિત વાવાઝોડાને લઈને મોરબી સીટી પોલીસ ઇન્સ્પેકટર સોનારાએ મોરબી શહેરમાં બાંધકામ સાઈટ પર કામ ચાલતું હોય એવા બિલ્ડરો સાથે મીટીંગ યોજી તકેદારીના તમામ પગલાં લેવા સૂચના જારી કરી છે. સાથોસાથ કુદરતી આફત સામે કોઈ મુશ્કેલી સર્જાય તો મદદ માટે બિલ્ડર એસો. દ્વારા મોબાઈલ નંબર જાહેર કરાયા છે.

મોરબીમાં હવામાન ખાતાની વાવાઝોડાની આગાહીના પગલે અગમચેતીના ભાગરૂપે મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ સોનારાએ બિલ્ડરો સાથે મીટીંગ યોજી દરેક બિલ્ડરોને વહીવટી તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે કે,

સાઈટ પરના મસમોટા હોડીંગ તાત્કાલિક ઊતારી લેવા.સાઈટ પરના પતરા, ત્રાપા, ટેકા જેવા સામાન કે જેનાથી નુકસાન થાય તેવો સામાન ઊડે નહી તેની તકેદારી રાખવી. વહીવટી તંત્રની જરૂર જણાય ત્યાં સબંઘીત અધિકારીનો સંપર્ક કરવો. જેના પગલે બિલ્ડર એસોસિયેશન દ્વારા કોઈ બિલ્ડરો દ્વારા સલામત સ્થળની વ્યવસ્થા ન હોય તો નંબરો પર કોન્ટેકટ કરવા એક યાદીમાં જણાવાયું છે. ભરતભાઈ બોપલીયા (98251 41569), ભાવેશભાઇ કંઝારીયા (80000 88880), રુચિરભાઈ કારીયા (93680 11111).

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો