વાયુ સેનાએ દમણમાં 70 લોકોનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-05-2021

ગુજરાતમાં વિનાશ વેરી રહેલાં તાઉ તે વાવાઝોડાંએ અનેક શહેરોને તહેશ નહેશ કરી નાખ્યાં છે. સોમવારે સાંજે રાતે 8 વાગ્યા સુમારે ઉના-દીવના દરિયાકાંઠા ટકારાયેલાં તાઉ તે વાવાઝોડાંએ 24 કલાક બાદ પણ પોતાનો તરખાટ ચાલુ રાખ્યો છે. પહેલાં દરિયાકાંઠાના જિલ્લાઓ અને હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને ઘમરોળી રહ્યું છે તાઉ તે. આ બધા વચ્ચે દમણથી એક જબરજસ્ત વીડીયો સામે આવ્યો છે. જેમાં વાયુસેના અર્થાત ઈન્ડિયન કોસ્ટલ ગાર્ડનાં જવાનોએ 70થી વધુ લોકોને એરલિફ્ટ કર્યા છે.

ઈન્ડિયન કોસ્ટલ ગાર્ડના ઓફિશિયલ ટ્વિટર પર જવાનો દ્વારા કરાયેલા એરલિફ્ટનો વીડિયો શેર કરાયો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે દરિયાની વચ્ચોવચ ફસાયેલાં માછીમારો છે. વાયુસેનાનાં જવાનો હેલિકોપ્ટર મારફતે એરલિફ્ટ કરી રહ્યા છે. દમણમાં ગત રોજ આવેલું વાવાઝોડું વિનાશ વેરે એ પહેલાં જ સતર્કતા જોઈ વાયુસેનાના જવાનોએ 70 જિંદગીઓને એરલિફ્ટ કરી તેના પરિવારોન માળો પંખાતા બચાવી લીધો હતો. તમામ 70 લોકોએ વાયુસેનાનો ભગવાનની જેમ આભાર માન્યો હતો.

આમ તાઉ તે વાવાઝોડું એકબાજુ વિનાશ વેરી રહ્યું હતું. તો ભારતીય વાયુસેના સહિતની ટુકડીઓ લોકોનાં જીવ બચાવવા માટે કામે લાગી ગઈ હતી. જેમાં અનેક વ્યક્તિઓનાં જીવ બચાવવામાં આવ્યા હતા. તાઉ તે વાવાઝોડું આવે તે પહેલાં જ રાજ્યભરમાંથી 2 લાખ લોકોનું સ્થળાંતર કરીને તેમને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. અને તાઉ તે વાવાઝોડાની ટક્કર બાદ જે-તે સ્થળોએ રેસ્ક્યૂની કામગીરી પૂરજોશમાં ચાલુ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો