બે મહિના પહેલા જ ડો.અગ્રવાલે કોરોના વેકિસનના બન્ને ડોઝ લીધેલા:આઈએમએનાં પૂર્વ ડિરેકટર અને પદ્મશ્રી ડો.કે.કે. અગ્રવાલનું ગઈકાલે રાત્રે 11-30 વાગ્યે નિધન
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-05-2021
હજારો કોરોના દર્દીઓનો મફતમાં ઈલાજ કરીને સાજા કરનાર ખુદ ડોકટર કોરોના સામેનો જંગ હારી ગયા હતા.ઈન્ડીયન મેડીકલ એસો.(આઈએમએ)ના પૂર્વ ડીરેકટર અને પદ્મશ્રી ડો.કે.કે.અગ્રવાલનું ગત રાત્રે નિધન થયુ હતું તેઓ છેલ્લા કેટલાંક સમયથી કોરોનાનો સામનો કરી રહ્યા હતા.સંક્રમણ ગંભીર થયા બાદ તેમને દિલ્હી એમ્સના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા ડો.કે.કે.અગ્રવાલે ખુદે કેટલાંક દિવસ પહેલા ટવીટરથી જણાવ્યું હતું કે તે કોરોના સંક્રમિત થઈ ગયા છે.
ડો.અગ્રવાલના નિધનની જાણકારી તેમના ટવીટર હેન્ડલ પર અપાઈ હતી. તેમનું નિધન તા.17મીએ રાત્રે 11-30 વાગ્યે થયુ હતું. ડો.અગ્રવાલે તેમનું જીવન લોકો અને લોકોની સ્વાસ્થ્ય જાગૃતિને લઈને અર્પણ કર્યું હતું.ડો.અગ્રવાલે આર્થિક રીતે નબળા લોકોની મફત સારવાર કરી છે.કોરોના સંકટ દરમ્યાન તે કોરોના વોરીયર તરીકે હંમેશા આગળ રહેલા પણ અફસોસ કે તેઓ ખુદ જીંદગીનો જંગ હારી ગયા.
ત્રણ દિવસ પહેલા જ તેમની તબિયત બગડતાં તેમને વેન્ટીલેટર સપોર્ટમાં રાખવામાં આવ્યા હતા બે મહિના પહેલા જ ડો.અગ્રવાલે વેકિસનના બન્ને ડોઝ લીધા હતા તેમ છતાં ડો.અગ્રવાલ ગત મહિને કોરોના સંક્રમણની ઝપટમાં આવી ગયા હતા. ડો.અગ્રવાલને 2010 માં પદ્મશ્રીથી સન્માનીત કરવામાં આવ્યા હતા. જયારથી તેઓ ડોકટર બન્યા હતા. ત્યારથી તેમણે પોતાનું જીવન લોકો અને સ્વાસ્થ્ય જાગૃતિને લઈને સમર્પિત કરી દીધુ હતું.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો