મોરબીમાં એટીએમને તોડવાનો ત્રણ શખ્સોએ કર્યો પ્રયાસ, સાયરન વાગતા તસ્કરો નાસી છૂટ્યાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-05-2021

મોરબી નજીકના લાલપર ગામ પહેલા આવેલા શિવ શક્તિ ચેમ્બર નજીક એક્સીસ બેંકના એટીએમ મશીનને તોડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્રણ બુકનીધારી શખ્સો દ્વારા શુક્રવારે વહેલી સવારે બેંકના એટીએમ મશીને તોડવા પ્રયાસ કર્યો હતો જો કે, એટીએમનો લોક તોડતાની સાથે જ સિક્યુરિટી સીસ્ટમ એક્ટિવ થઇ ગઈ હતી અને સાયરન વાગતા તસ્કરો નાશી છૂટયા હતા આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી શરૂ કરેલ છે બનવાની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાલપર પાસે શિવ શક્તિ ચેમ્બરની બાજુમાં એક્સીસ બેંક આવેલ છે તેના એટીએમમાં તસ્કરો ત્રાટકયા હતા અને બુકાનીધારી ત્રણ શખ્સોએ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો જો કે, લોક તોડતાની સાથે જ સાયરન વાગતા આરોપીઓ ત્યાથી નાસી છૂટ્યા હતા. અને મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બેન્કના સીસીટીવી ફૂટેજ મેળવીને તેના આધારે બુકાનીધારી શખ્સો કે જે છીણી અને હથોડા લઈનેએટીએમ તોડવા માટે આવ્યા હતા તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો