વાંકાનેર શહેર અને હાઇવે ઉપર તૌકતે વાવાઝોડાના જોખમ હોવા છતાં જોખમી હોર્ડિંગ ઉતારાયા નથી!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-05-2021

(અજય કાંજીયા દ્વારા) વાવાઝોડામાં ઉંચાઈ ઉપર રહેલા જાહેર ખબરના પાટિયા જોખમી રીતે લટકી રહ્યા છે. વાંકાનેર શહેર અને હાઇવે ઉપર ઉભા કરાયેલા હોર્ડિંગ્સ વાવાઝોડા સમયે અત્યંત જોખમી બને તેમ હોય તાકીદે આ બોર્ડ ઉતારવા જરૂરી હોવાની માંગ ઉઠી છે.  તૌકતે વાવાઝોડાનો ખતરો જોતા વાંકાનેર તાલુકામાં પણ જોરદાર પવન ફૂંકવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા હજુ સુધી શહેરમાં અને હાઇવે ઉપર જોખમ બનીને ઉભેલા હોર્ડિંગ્સ હટાવવામાં ન આવતા વાવાઝોડા સમયે આ જાહેર ખબરના પાટિયા નાગરિકોનો ભોગ લે તેવી શક્યતા છે. આ સંજોગોમાં તાકીદે આવા જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા લોકોમાં માંગ ઉઠી છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો