મોરબીમાં વાવાોઝોડાંની અસર શરૂ, ભારે પવન સાથે વરસાદ શરૂ થતાની સાથે જ વીજળી ગુલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-05-2021

તાઉતે વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકી રહ્યું છે તેની અસર હવે મોરબીમાં પણ અનુભવાઈ રહી છે. મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદ શરુ થતા જ અમુક જગ્યાએ વીજળી ગુલ થઇ હોવાના પણ સમાચાર મળ્યા છે. આ સાથે અનેક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવા ઝાપટા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો