મોરબી જિલ્લાના 11 ગામો એલર્ટ, 1100 લોકોનું સ્થળાંતર

NDRFની બે ટીમો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે, માળિયાના જુમાવાડીના 225 પરિવારોને પ્રાથમિક શાળામાં ખસેડાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-05-2021

અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા તૌકતે નામના વાવઝોડાનો મોરબી જિલ્લાના 11 ગામોમાં ખતરો હોવાની શક્યતાના આધારે આ અસરગ્રસ્ત ગામોના લોકોન સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને મોરબી અને માળીયામાં અસરગ્રસ્ત આશરે 1100 લોકોનું સ્થળાંતર આજ સાંજ સુધીમાં કરી દેવામાં આવશે. તેમજ મોરબી અને માળીયામાં આજે આવી પહોંચેલી બે એનડીઆરએફની ટોમોએ અસરગ્રસ્ત વિષ્યરોની મુલાકત લઈને લોકોને જરૂરી સૂચનાઓ આપી હતી.

તા.18 મેના રોજ તૌકતે નામનું વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકવાની હોવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડાનો મોરબી જિલ્લાના 11 ગામોમાં ખતરો તોળાઈ રહ્યો હોવાથી જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવીને જરૂરી તકેદારીના અને રાહત તથા બચાવની આગોતરી તૈયારીઓમાં લાગી ગયું છે. ત્યારે આજે રાહત અને બચાવની કામગીરી માટે એનડીઆરએફની બે ટુકડીઓ સાધન સામગ્રી સાથે આવી પહોંચી હતી અને એક ટીમને મોરબીના 7 ગામો માટે તથા બીજી ટીમને માળીયાના ચાર અસરગ્રસ્ત ગામોમાં તૈનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ મોરબી અને માળીયાના 11 ગામોમાં લોકોના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં

માળીયાના મામલતદાર ડી.સી.પરમાર સહિતની ટીમ દ્વારા માળીયાના જુમાવડી ગામે રહેતા 225 પરિવારોના અંદાજે 1 હજાર લોકોને ગામની પ્રાથમિક શાળા ખાતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

એનડીઆરએફની ટીમે મોરબી અને માળીયાના અસરગ્રસ્ત ગામોની મુલાકત લીધી હતી અને અસરગ્રસ્ત લોકો તેમજ માળીયા નજીક દરિયા કિનારે કામ કરતા મીઠાના અગરિયાઓને મીઠાના અગરમાં ન રહેવાની સૂચના આપી હતી. તેમજ 500 જેટલા મીઠાના અગરિયાઓને સલમાન સ્થળે જતા રહેવાની તંત્રએ સૂચના આપના અગરિયાઓએ સ્થળાંતર કર્યું છે. આ ઉપરાંત મોરબી ગ્રામ્ય મામલતદાર ડી.જે.જાડેજા સહિતની ટીમ દ્વારા મોરબીના ઉટબેટ-શામપર ગામે ઢુંઇ વિસ્તારમાં 60 લોકો, રામપર-પાડાબેકરમાં 32 લોકો, ઝીઝુડામાં 12 લોકો તેમજ જર્જરિત મકાનો કે ઝુંપડામાં રહેતા લોકોને ગામની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. એટલે આજ સાંજ સુધીમાં 1100 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો