“તૌકતે” વાવાઝોડુ : 17 જિલ્લાના 655 ગામો માંથી એક લાખથી વધુ નાગરિકોનુ સ્થાળાંતર કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-05-2021

“તૌકતે” વાવાઝોડુના પગલે ગુજરાતના 17 જિલ્લાના 655 ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોનુ સ્થાળાંતર કર કરી દેવામાં આવી છે તેમજ રાહત અને બચાવ માટે NDRF 41 ટીમો સંબંધિત જિલ્લોના મેનેજમેન્ટ માટે સામેલ કરી દેવાઈ છે.

ઓકસીઝન જરૂરીયાતને પહોચી વળવા માટે તથા ઓકસીઝનનું સરળતાથી વહન થાય તે માટે ૩5 ગ્રીન કોરીડોર બનાવવાયા તથા 161 ICU એબ્યુલન્સ અને 576 108 એબ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યુ છે કે, રાજયમા પ્રવર્તી રહેલ તૌકતે વાવાઝોડા સંદર્ભે રાજય સરકાર દ્વારા ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે સમયબધ્ધ આયોજન અને અસરકારક કામગીરી કરવામા આવીરહી છે. જેના ભાગરૂપે સંભવિત અસર થનાર દરિયાકાઠા ના 17 જિલ્લાના 655 સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે.

સ્થળાંતરની આ કામગીરી મોડી રાત સુધી ચાલી હતી અને આજે સવારે 5.00 વાગ્યાથી આ કામગીરી ફરી શરૂ કરી દેવાઈ છે.

તેમણે ઉમેર્યુ કે,વાવાઝોડાની અસર ને 5રિણામે રાજયમા વરસાદી માહૌલનુ વાતાવરણ સર્જાયુ છે અને  રાજયમાં તા .16/ 05 /2021 ના સવારના 6.00 કલાકથી 17 /5/2021 ના સવારના 6,00 કલાક સુધીમાં 21 જીલ્લાના 84 તાલુકાઓમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાયો છે. તે પૈકી 6 તાલુકામાં 1- ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે. વાવાઝોડા થી થયેલ નુકસાન ને પહોંચી વળવા માટે રાજય સરકારે 24૦ વન વિભાગની 242 માર્ગ અને મકાન વિભાગની ની ટીમો તૈનાત કરી દેવાઈ છે જે રસ્તાઓ સહિત અન્ય ઝાડ પડવાથી બ્લોક થયેલા રસ્તાઓને પૂર્વવત કરવાની કામગીરી કરી રહી છે.

તેમણે ઉમેર્યું કે,અસરગ્રસ્ત જિલ્લાઓમા ભારે પવન કે અન્ય? કારણોસર વીજ પૂરવઠો ખોરવાય તો તેને પૂર્વવત કરવા માટે 661 ટીમો ઉર્જા વિભાગ દ્વારા તૈનાત છે જે ચોવીસ કલાક કામગીરી કરી રહી છે. પાવર બ્રેકઅપની 750 જેટલા પ્રશ્નો આવ્યા હતા એ પૈકી 400થી વધુ પ્રશ્નોનુ નિરાકરણ કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો