વોટ્સએપ અને ટેલિગ્રામને ટક્કર આપવા આવ્યું Gmail, લોન્ચ કર્યું શાનદાર ચેટિંગ ફીચર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-05-2021

ચેટિંગ માટે દુનિયાભરમાં વોટ્સએપ(WhatsApp)નો સૌથી વધુ ઉપયોગ થાય છે. થોડા સમય પહેલા ટેલિગ્રામે પણ ચેટિંગ ફિચર શરૂ કર્યું હતું. પરંતુ હવે આપને જણાવી દઈએ કે, ગૂગલ તરફથી વ્હોટ્સએપ અને ટેલિગ્રામની ટક્કર આપવા જીમેલ એપમાં એક શાનદાર ચેટિંગ ફીચર આપવામાં આવ્યું છે.

મતલબ Gmail વપરાશકર્તાઓ એન્ડ્રોઈડ અને આઇઓએસ ડિવાઇસીસમાં ગૂગલ ચેટ એપને ઈન્ટ્રીગ્રેટ કરી શકે છે. Gmail માં વપરાશકર્તાઓને હવે મેલ સાથે વિડિયો કોન્ફરન્સિંગ માટે Meet અને Roomનો સપોર્ટ આપવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો, વપરાશકર્તાઓને હવે એપ્લિકેશનની નીચે ચાર ટેબ મળશે. નવા ચેટિંગ ફીચર રોલઆઉટ કરવા કર્યા પછી ગૂગલ તરફથી Hangouts એપ્લિકેશનને બંધ કરી શકાય છે. હમણાં સુધી Gmail વપરાશકર્તાઓ હેંગઆઉટ દ્વારા ચેટ કરી રહ્યાં હતાં.

તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકશો

ગૂગલની નવા ચેટિંગ ફીચરનો ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાઓએ પ્રથમ જીમેલ એપ્લિકેશનને અપડેટ કરવી આવશ્યક છે.

આ માટે Android વપરાશકર્તાઓએ Google Play Store અને iOS યૂઝર્સે Apple App પર મુલાકાત લેવી પડશે.

એપ્લિકેશન અપડેટ થયા પછી વપરાશકર્તાઓને જીમેલ ઓપન કરવું પડશે, જ્યાં તમને ટોપ લેફ્ટ સ્ક્રીન પર સેંડવિચ બટન પર ક્લિક કરવું પડશે. આનાથી સાઉન્ડબાર વિકલ્પ ઓપન થશે.

આ પછી, નીચે સ્ક્રોલ કરો અને સેટિંગ્સ વિકલ્પ પર જાઓ.

અહીં તમારે તમારું પર્સનલ એકાઉન્ટ પસંદ કરવું પડશે.

અહીં તમને Chat વિકલ્પ જોવા મળશે, જેને અનેબલ કરવું પડશે.

આ પછી Gmail એપ્લિકેશનને રિસ્ટાર્ટ કરી દો.

તે પછી ચેટિંગનો વિકલ્પ જીમેલ એપ્લિકેશનની નીચે દેખાવા લાગશે, જ્યાં વપરાશકર્તાઓ સરળતાથી ચેટ કરી શકશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો