દીવમાં સાંજે દરિયામાં 2 મીટરથી વધુ ઉંચી લહેર ઉઠી, ગીરસોમનાથમાં મોબાઇલનો ટાવર ધરાશાયી થયો, અનેક મકાનોના છાપરા ઉડવાની માહિતી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-05-2021

હવામાન ખાતાની તાજેતરની આગાહી મુજબ તાઉ’તે વાવાઝોડાએ અત્યંત ગંભીર રૂપ ધારણ કરી લીધું છે અને તે ગુજરાતની ખૂબ નજીક પહોંચી ગયું છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ રાત્રે 9.30 વાગ્યે દીવમાં પવનની ગતિ 133 કિલોમીટર પ્રતિકલાકની નોંધાઈ છે જે આગામી સમયમાં વધીને 185 કલાક સુધી જઈ શકે છે.

આ પહેલાં સાંજે દીવના (Diu Current in sea) દરિયામાં મહાકાય મોજા ઉછળ્યા હતા. દીવના દરિયામાં ઘોઘલા બીચ પર અને ચક્રતીર્થ બીચ પર તેમજ નાગવા બીચ પર દરમિયામાં ઊંચી ઊંચી લહેરો ઊઠી હતી. દીવના દરિયામાં મહાકાય મોજા ઉછળી રહ્યા હતા. અહીંયાના જલંધર, ચક્રતીર્થ, ધોઘલાથી લઈને વાડી વિસ્તારના કાંઠાઓમાં દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. હાલમાં દીવના તમામ માછીમારોને સલામત રીતે પરત બોલાવી લેવામાં આવ્યા છે.

દરમિયાન આજે રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવે વાવાઝોડા અંગે સરકારની તૈયારી અંગે માહિતી આપી હતી જેના મુજબ જેમાં સૌથી વધુ પ્રભાવિત પાંચ જિલ્લા-પોરબંદર, જુનાગઢ, ગિરસોમનાથ, અમરેલી અને ભાવનગર ખાતેથી 1.25 લાખ કરતાં વધારે નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતની એક પણ બોટ હાલ દરિયામાં નથી. દરિયામાંથી 19811 માછીમારો પરત આવી ગયા છે. જ્યારે 11 હજારથી વધારે અગરિયાઓને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

રેપિડ રિસ્ટોરેશન ટીમની રચના: આ પ્રકારની નુકસાનીની ઘટનાઓને ત્વરિત પહોંચી વળવા અને તેનો નિકાલ લાવવા રાજ્ય સરકારે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. રેપિડ રિસ્ટોરેશન રિસ્પોન્સ ટીમ-RRRની રચના કરી આ પ્રકારની ઘટનાઓનો ત્વરિત નિકાલ કરવા સૂચનાઓ અપાઈ છે. આ ટીમમાં 661 વીજ ટુકડીઓ, માર્ગ અને મકાન વિભાગની 287 ટુકડીઓ, વનવિભાગની 276 ટુકડીઓ અને મહેસૂલ વિભાગની 367 ટુકડીઓનો સમાવેશ થાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો