વાવાઝોડાના પગલે બે દિવસ માટે સિરામિક ફેક્ટરીમાં બિન જરૂરી પ્રોડકશન બંધ રાખવા એસોસિએશનની અપીલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-05-2021

(અજય કાંજીયા દ્વારા) મોરબી સિરામિક એસોસિએશન દ્વારા તૌકેત વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના જોતા તમામ ફેકટરી માલિકો માટે એડવાઇઝરી જાહેર કરી શ્રમિકોને સુરક્ષિત ખસેડવા અને જરૂર ન હોય તો તમામ પ્રોડક્શન બંધ રાખવા અનુરોધ કરી જરૂર પડે તંત્રની મદદ લેવા ઇમરજન્સી નંબરની યાદી પણ તમામ ફેકટરી માલિકોને મોકલવામાં આવી છે.
તૌક્તે વાવાઝોડા અંગે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા તમામ ફેકટરી માલિકોને ચેતવણી આપતા જણાવાયુ છે કે, હવામાન ખાતાની આગાહીના અનુસંધાને તા.17 અને 18 ના રોજ તૌકતે વાવાઝોડુ ભયંકર સ્વરૂપે મોરબી વિસ્તારમાથી પસાર થવાનુ છે અને અંદાજે 70 થી 100 કી.મી. પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાઈ શકે તેમ હોય ફેકટરીમાં પતરા, શેડ, સ્પ્રેડ્રાયર અને કારીગરોના રૂમ વગેરે માટે મોટુ જોખમ ઉભુ થવાની સંભાવનાઓ છે.

 આ વાવાઝોડામા જાનહાની ના થાય તે માટે શક્ય હોય તો ફરજીયાત સિવાય તમામ ઉત્પાદન પ્રકિયા બંધ રહે અને કારીગરો સુરક્ષીત જગ્યાએ રહે તે માટે વ્યવસ્થા કરવી, સાથો-સાથ જો કોઇપણ કારીગરો કાચા રૂમમા કે પતરાવાળા રુમમા રહેતા હોય તો સવારે જ તેમનુ સ્થાળાંતર કરીને તેમને સુરક્ષિત જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરવી છતા જો વ્યવસ્થા ના હોય તો તેમની વ્યવસ્થા કરવા માટે તંત્રને જાણ કરીને તેમને પાકા રૂમમા રહેવાની વ્યવસ્થા કરવી. કદાચ કારીગરો ના માને તો તેમને ફરજીયાત સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરવા માટે વહિવટી તંત્રનો પણ સહયોગ લઇ શકાય છે. કારણ કે થોડીક બેદરકારી તેમની જાનહાની થઇ શકે છે.

વધુમાં પ્રોડક્શન પણ જરૂરીયાત હોય તેટલા જ સ્ટાફ સાથે ચાલુ રાખવુ અથવા તો ટેમ્પરેરી શટડાઉન લઇ લેવુ વધુ હિતાવહ છે. કારણ કે, વાવઝોડાની આગાહી છે તે જોતા પતરા, સ્પ્રેડ્રાયર તેમજ ચીમની અને ઇલેકટ્રીક થાંભલા વગેરે મોટી તારાજગી સર્જી શકે છે. ત્યારે કારીગરો તેમજ કંપનીના ભાગીદારોની સલામતી માટે તાત્કાલીક પ્લાન્ટમા જરૂર વગરના તમામ ઓપરેશન જેવા કે સ્પ્રેડ્રાયર, માટીખાતુ, વોલ ટાઇલ્સ લાઇન તેમજ પોલીસીંગ, શોર્ટીંગ તેમજ લોડીંગ વગેરે ડીપાર્ટમેન્ટ બંધ રાખી ફકત જરૂરીયાત હોય તો કીલન એક જ ચાલુ રાખવી અને શક્ય હોય તો તેમા પણ ફીડીંગ બંધ કરીને ટેમ્પરેચર ડાઉન કરીને રાખવા કારણકે પવનની ગતિ એટલી તેજ હશે કે, કટોકટીની સ્થિતીમા ઇમરજન્સીમા ભાગાભાગી થઇ શકે. એટલે બચવા માટે અને જોખમ ઘટાડવા માટે કિલન ફીડીંગ પણ બંધ રાખવુ જરૂરી છે. સાથો-સાથ ઇમરજન્સીમા વાયરમેન તેમજ ઓપરેટર અને ટીમ પણ હાજર રાખવી. જેથી કરીને કોઇપણ સ્થિતીમા જાનહાનીથી અને શોટસર્કીટથી બચી શકાય.

 દરેક ઉધોગકારો તા.17 ના રોજ સવારે 10 વાગ્યા સુધીમા દરેક કારીગરો તેમજ ઇમરજન્સી માટે દરેક ભાગીદારો તેમજ એક ટીમની રચના કરીને સ્થળાંતરની જરુરીયાત હોય તો તે પણ કરી લેવી અને કોઇપણ કારીગરોને પતરાવાળી રૂમ કે કાચી રૂમમા રહેવાની સ્પષ્ટ મનાઇ કરવી અને કોઇપણ લોકો વાવાઝોડા દરમ્યાન બહાર ના નિકળે તે માટે સુચના આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પ્લાન્ટમાં ડીઝલ અને તાલપત્રી મંગાવી લેવા. દરવાજા શટર ચેક કરી લેવા અને તેમની પાછળ ટેકા માટે પાઇપ કે લાકડાની વ્યવસ્થા રાખવી. જે દિશામાંથી પવન આવતો હોય તે બાજુના દરવાજા બંધ કરી સામેની બાજુના દરવાજા ખુલ્લા રાખવા. જેથી પવનનો નિકાલ આસાનીથી થઈ શકે.
શક્ય હોય ત્યાં સુધી તા.17 અને 18 દરમિયાન સ્પ્રેડ્રાયર તેમજ જરૂરીયાત ના હોય તે ઉત્પાદન બંધ રાખવા. ખાસ કરીને ગ્રાઉન્ડમાં ઉડે એવા પતરા કે હલકી વજન વગરની વસ્તુને યોગ્ય જગ્યાએ દબાવીને સલામત રાખવી. તેમજ સુપરવાઈઝર અને પ્રોડક્શન ટીમે એલર્ટ રહીને લોકોને જવાબદારી સોપીને કારીગરોને બહાર નીકળવા દેવા નહી. વાયરમેન તેમજ મીકેનીકલ ટીમને પણ સ્ટેન્ડબાય રાખવા અંતમાં જણાવાયું છે.

ReplyForward

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો