Tauktae cylcone સામે ગુજરાતનો એક્શન પ્લાન: જાણો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુ કહ્યું?

44 NDRFની ટિમો, 10 SDRFની ટીમો અને જરૂર પડે આર્મી, એરફોર્સ અને નેવી પણ મદદ લેવાની સૂચના મુખ્યમંત્રીએ આપી છે. તૌક્તે વાવાઝોડું  વેરાવળથી 600 કિલોમીટર સ્થિર છે.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-05-2021

એકતરફ કોરોનાનો કહેર અને બીજી તરફ રાજ્યમાં તૌક્તે વાવાઝોડાનો (tauktae cyclone) ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે રાજ્ય પર આ આવી પડેલી આપત્તિ સામે પહોંચી વળવા રાજ્ય સરકાર એલર્ટ થઈ છે. રાજ્યના મુખ્યમંત્રીએ (Gujarat CM vijay rupani) ડીઝાસ્ટર સ્ટેટ કન્ટ્રોલની મુલાકાત લઈ રાજ્યના તમામ જિલ્લાઓના કલેકટર સાથે વીડિયો કોંફરન્સથી (Video conference) બેઠક કરી અને વાવાઝોડા સામે પહોચી વળવા માટેની કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી. અને વાવાઝોડાની આફત સામે પહોંચી વળવા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં વાવાઝોડાના કારણે એકપણ મૃત્યુ ન થાય તેવી તૈયારી હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે. સાથે જ 44 NDRFની ટિમો, 10 SDRFની ટીમો અને જરૂર પડે આર્મી, એરફોર્સ અને નેવી પણ મદદ લેવાની સૂચના મુખ્યમંત્રીએ આપી છે. તૌક્તે વાવાઝોડું  વેરાવળથી 600 કિલોમીટર સ્થિર છે.

રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે તેવામાં વાવાઝોડું પોરબંદર વેરાવળથી રાજ્યમાં પ્રવેશશે. દરિયામાં ઉંચા મોજાઓ ઉછળશે. 150 થી 160 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે. તેમજ દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને અન્ય વિસ્તારોમાંમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.

ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ભારત સરકાર અને રાજ્ય સરકાર આ બાબતે એક બીજાના સંપર્કમાં છે. હવામાન ખાતાની આગાહી જોતા લાગે છે કે વાવાજોડું ગુજરાતમાં ત્રાટકશે. ભારે વરસાદના કારણે રેસ્ક્યુ માટે NDRFની 44 ટીમોનું ડોપ્લોયમેન્ટ થઈ ગઈ છે. 10 SDRFની ટીમો અને જરૂર પડે આર્મી, એરફોર્સ અને નેવી પણ મદદ કરશે. વાવાઝોડામાં દરિયા કાંઠાના વિસ્તાર પ્રભાવિત થવાની શકયતા છે.

11400 બોટ દરિયામાં ગઈ હતી તે પરત આવી ગઈ છે. દોઢ લાખ લોકોનું સ્થળન્તર કરવાની સૂચના અપાઈ છે. રાજ્ય સરકારે સ્પષ્ટ નક્કી કર્યું છે કે આ વાવા ઝોડામાં ઝીરો કેજયુલીટી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વાવાઝોડાના કારણે વીજળી ગુલ થવાની શક્યતાઓ હોય છે.

જેથી જ્યાં કોવિડના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તે હોસ્પિટલઓને સૂચના આપવામાં આવી છે કે વિઝળીનો પુરવઠો મળી રહે એ માટે જનરેટર અને DIGI set ની સૂચના આપી છે.  દર્દીઓને સારવારમાં તકલીફ ન પડે માટે હોસ્પિટલમાં કહેવાયું છે કે ઓક્સિજન નો બફર સ્ટોક રાજ્ય સરકાર આપશે. આ ઉપરાંત ICU ઓન વહિલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

મહત્વનું છે કે વાવાઝોડાને લઈ હેલ્થનો તમામ સ્ટાફ સ્ટેન્ડ ટુ કરાયો છે. આખી સરકારએ બચાવ કાર્ય માટે તૈયારીઓ કરી છે. આ ઉપરાંત કોઈપણ લોકો ખોટી અફવા ન ફેલાવે તેવી અપીલ મુખ્યમંત્રીએ કરી છે. અને બિન જરૂરી વાવાઝોડું જોવા લોકો બહાર ન નીકળે તેવી અપીલ સાથે NGOને પણ સેવાના કાર્યમાટે તૈયાર રહે તેવી અપીલ કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો