ફ્રીમાં માં જોઇ શકશો વેબ સીરીઝ, એમેઝોને લોન્ચ કરી miniTV સર્વિસ, સબ્સક્રિપ્શનની ઝંઝટ નહી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-05-2021

હવે તમે ફ્રીમાં વેબ (Free Web Series) જોઇ શકશો. જી, હાં સૌથી પોપ્યુલર ઇ-કોમર્સ સાઇટ અમેઝોન (Amazon) એ એક નવી વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ miniTV ને લોન્ચ કરી દીધી છે, જેના દ્વારા યૂઝર્સ ફ્રી વેબ સીરીઝ, ફ્રી કોમેડી શોઝ, ફ્રી ટેક ન્યૂઝ, ફૂડ, ફેશન અને બ્યૂટી સહિત ઘણું બધુ કન્ટેટ જોઇ શકશો.

હવે તમે ફ્રીમાં વેબ (Free Web Series) જોઇ શકશો. જી, હાં સૌથી પોપ્યુલર ઇ-કોમર્સ સાઇટ અમેઝોન (Amazon) એ એક નવી વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ miniTV ને લોન્ચ કરી દીધી છે, જેના દ્વારા યૂઝર્સ ફ્રી વેબ સીરીઝ, ફ્રી કોમેડી શોઝ, ફ્રી ટેક ન્યૂઝ, ફૂડ, ફેશન અને બ્યૂટી સહિત ઘણું બધુ કન્ટેટ જોઇ શકશો.

miniTV પર એન્ટરટેનમેન્ટ હશે Free

એટલે કે તમારે આ સર્વિસ માટે કોઇ પૈસા આપવા નહી પડે. જોકે વીડિયોની વચ્ચે જાહેરાત (Advertisement) જરૂર બતાવવામાં આવશે, જે પેડ સબ્સક્રિપ્શન (Paid Subscription) પર જોવા મળતી નથી. ધ્યાન રહે કે અમેઝોન મિનીટીવી (Amazon miniTV) કંપનીના શોપિંગ એપ પર જ ઉપલબ્ધ છે. એટલે તેના માટે તમારે કોઇ અન્ય એપ પણ ડાઉનલોડ કરવાની જરૂર નથી. તમે Amazon.in શોપિંગ એપ પર વિઝિટ કરીને મફતમાં એન્ટરટેનમેંટ વીડિયો જોઇ શકશો.

પ્રાઇમ વીડિયોથી અલગ હશે miniTV

કંપનીના અનુસાર નવી વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસનો લાભ અત્યારે એંડ્રોઇડ યૂઝર્સને જ મળશે. તેના માટે iOS અને મોબાઇલ વેબ વર્જન આગામી મહિને જાહેર કરવામાં આવશે. અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે Amazon Prime અને MiniTV બંને જ અલગ-અલગ પ્લેટફોર્મ છે. કંપનીનું કહેવું છે કે miniTV પર જલદી જ જવા અને એક્સક્લૂસિવ વીડિયો આવવાના છે જે Amazon Prime પર શેર કરવામાં નહી આવે.

અમિત ભડાના સહિત આ કોમેડિયન જોવા મળશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેઝોનએ miniTV માટે ઘણી દિગ્ગજ ચેનલ્સ અને કોમેડિયન સાથે પાર્ટનરશિપ કરી છે. તેમાં TVF, પોકેટ એસેસ, આશીષ ચંચલાની, અમિત ભડાના, રાઉન્ડ 2 હેલ, હર્ષ બેનીવાલ, શ્રૃતિ અર્જુન આનંદ, એલ્વિશ યાદવ, પ્રાજક્તા કોલી, સ્વૈગર શર્મા, આકાશ ગુપ્તા જેવા પોપ્યુલર કોન્ટેંટ ક્રિયેટર સામેલ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો