સમસ્ત કંસારા સમાજના પૂર્વ પ્રમુખ અને ધાતુ પરિવારના પ્રમુખશ્રી રાજેશભાઈ ચંદુભાઈ કંસારાનું દુઃખદ અવસાન

સમસ્ત કંસારા સમાજે દીર્ઘદ્રષ્ટા જ્ઞાતિ રત્ન ગુમાવ્યો, સમસ્ત કંસારા સમાજ શોકમગ્ન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-05-2021

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા), અમદાવાદ, તા.16-5-2021,  આજ રોજ તા. 16-5 ના દિવસે સમસ્ત કંસારા સમાજ માટે એક દુઃખદ ખબર આવી છે. સમસ્ત કંસારા સમાજના પૂર્વ પ્રમુખશ્રી રાજેશભાઈ ચંદુભાઈ કંસારાનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ છેલ્લા 7 દિવસથી તેઓ ઝાયડસ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા  હતા. પરંતુ તેઓને રીકરવી ન આવતા આજરોજ સવારે 10 વાગ્યા તેમનું અવસાન થયેલ છે. સમસ્ત કંસારા સમાજ માટે તેઓ એક મહત્વની વ્યક્તિ તરીકે કાર્યરત હતા. તેઓ સમસ્ત કંસારા સમાજના વિવિધ કાર્યોમાં તેઓનો અમૂલ્ય ફાળો રહ્યો હતો. તેઓ કંસારા ટાઈમ્સ મેગેજીનના માર્ગદર્શક તરીકે પણ કાર્યરત હતા. તેઓનું દિવ્યક્રાંતિ દ્વારા આખરી ઇન્ટરવ્યૂ અમદાવાદ મુકામે યોજાયેલ અષ્ટમ યુવક યુવતી પરિચય મેળાના આયોજન દરમિયાન અમદાવાદ મુકામે લીધેલ હતો જે તેઓ સાથેની મારી આખરી યાદગાર પળ હતી. (જેની લિંક નીચે આપેલ છે) સમાજના પ્રશ્નો હલ કરવામાં તેઓની સક્રિય ભૂમિકાથી અનેક લોકોના પ્રશ્નો હલ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. સમાજમાં તેઓના યોગદાન બાદલ રાજેશભાઈ  હંમેશા યાદ રહેશે, તેઓએ તેમના સમાજલક્ષી સત્કાર્યોથી હંમેશા લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. આવા બાહોશ અને દીર્ધદ્રષ્ટા જ્ઞાતિરન્ત ગુમાવતા સમગ્ર કંસારા સમાજમાં શોક વ્યાપ્યો છે. દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર તેઓના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરે છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો