રિલાયન્સથી જામનગર-રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગને ગ્રીન કોરિડોર જાહેર કરાશે, ઓક્સિજન સપ્લાય ન ખોરવાય તે માટે કેન્દ્ર સરકારે આપી સૂચના : કલેકટર રવિ શંકર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-05-2021

(હરીશ બુધ્ધભટ્ટી દ્વારા) કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠના જિલ્લાઓ પર તૌકતે વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે ત્યારે જ જામનગરના જિલ્લા કલેકટર રવિ શંકરે જણાવ્યું કે, ઓક્સિજન સપ્લાય ન ખોરવાય તે માટે કેન્દ્ર સરકારની સૂચના મુજબ રિલાયન્સથી જામનગર – રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગને ગ્રીન કોરિડોર જાહેર કરાશે, ઉપરાંત આર્મી, એરફોર્સ અને નેવીની ટીમને પણ તૈનાત રખાઈ છે. અને 200 એસએસબી જવાનોને પણ સ્ટેન્ડ બાય છે. જરૂર પડ્યે એરફોર્સના હેલિકોપ્ટરની પણ મદદ લેવાશે.

હાલ વાવાઝોડાની આગાહીના પગલે 22 ગામના 29000 લોકોનું સ્થળાંતર કરાશે. અને કોવિડ હોસ્પિટલના આઠમા અને નવમા માળના દર્દીઓને અન્યત્ર શિફ્ટ કરાશે.

વાવાઝોડાની આગાહીના પગલે જામનગર જિલ્લા કલેકટર રવિશંકર અને પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય અને અધિક કલેકટર રાજેન્દ્રસિંહ સર્વેયાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કલેકટર રવિશંકર જણાવ્યું હતું કે, આગામી તા.17 ને સોમવાર સાંજથી મંગળવાર સવાર સુધી જામનગર જિલ્લામાં તીવ્ર પવન અને ભારે વરસાદ થશે તેમ હવામાન વિભાગની આગાહી છે. જેને લઇ કોવિડ હોસ્પિટલ માટે ઓક્સિજન જથ્થો અને વીજ પુરવઠો પૂરતો મળી રહે તેવી વયસ્થા કરાઈ છે. દરિયાકાંઠા નજીકના 22 ગામોના લોકોનું સ્થળાંતર કરાશે. તેમજ 7 સોલ્ટ વર્ક્સના અગરિયાઓનું સ્થળાંતર કરેલ છે. એરફોર્સ.આર્મી અને એસએસબી જવાનો 200, બે એનડીઆરએફની ટિમો સજ્જ છે. ખેડૂતો પોતાનો ખેત પેદાશોને ખુલ્લામાં ન રાખવા તેમજ પશુઓને છુટા મુકવા ચેતવણી આપી છે. તાલુકા મથકો પર કલાસ વન અધિકારીની નિમણુંક કરાઈ છે. જેસીબી બોટ સહિતના સાધન, તરવૈયા સાથે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખેલ છે.

જામનગર જિલ્લામાં સોમવારે બપોર થઈ સાંજ સુધીમાં વાવાઝોડું આવે તેવી સંભાવના છે. જેમાં પવનની ગતિ 100 થી 150 રેડિયેશન રહેશે તેવું અનુમાન છે. જિલ્લાની 752 બોટ દરિયામાંથી પરત ફરી છે. જામનગરથી દેશભરમાં ઓક્સિજન જતો હોય તેથી રેલવે વ્યવહાર ન ખોરવાઈ તેવી તૈયારી કરાઈ છે. જામનગર શહેરમાં જોખમી હોર્ડિંગ દૂર કરાયા છે. અને જી. જી. કોવિડ હોસ્પિટલમાં આઠ અને નવ માળ ખાલી કરી દર્દીઓને અન્યત્ર શિફ્ટ કરાયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો