હવે આ કંપનીઓમાં પણ થશે વેક્સિનનું ઉત્પાદન, ભારત સરકાર ફાળવશે ગ્રાન્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-05-2021

ભારતમાં હાલ કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી છે. ત્યારે કોરોના વેક્સિનની અછતને પહોંચી વળવા ભારત સરકારે ખાનગી કંપનીઓને વેક્સિન તૈયાર કરવા મંજૂરી આપી છે. અને, કોરોના વેક્સિનના ઝડપી ઉત્પાદન માટે ભારત સરકારે આ તમામ ખાનગી કંપનીઓને તમામ મદદ પુરી પાડવાની તૈયારી દાખવી છે. તો જાણો કંઇ છે આ ખાનગી કંપનીઓ અને ભારત સરકાર કેવી રીતે આ કંપનીઓને કરશે મદદ ?

નીચેની ત્રણ જાહેર ક્ષેત્રની કંપનીઓને પણ રસી ઉત્પાદનની ક્ષમતા વધારવા ભારત સરકાર તરફથી ટેકો આપવામાં આવી રહ્યો છે.

હવેથી આ કંપનીમાં પણ થશે વેક્સિનનું ઉત્પાદન

1. હાફકીન બાયોફર્માસ્ટીકલ કોર્પોરેશન લિમિટેડ, મુંબઇ

મહારાષ્ટ્ર સરકાર હેઠળ રાજ્ય P.S.E

૨. ઈન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડ (આઈઆઈએલ), હૈદરાબાદ

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ હેઠળ વેક્સિન તૈયાર કરવા કંપનીને ભારત સરકાર રૂ. 60 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવશે

3. ભારત ઇમ્યુનોલોજિકલ અને બાયોલોજિકલ્સ લિમિટેડ (બીઆઇબીસીએલ), બુલંદ શહેર

આ કંપનીને વેક્સિનના ઉત્પાદન માટે તૈયાર કરવા માટે ભારત સરકાર તરફથી 65 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે. આ સુવિધા એકવાર કાર્યરત થતાં, દર મહિને 20 મિલિયન વેક્સિનનો ડોઝ તૈયાર કરવાની ક્ષમતા થશે.

ઉત્તરપ્રદેશના બુલંદ શહેરની આ કંપનીને સીપીએસઇ બાયોટેકનોલાજી હેઠળ ભારત સરકાર રૂ. 30 કરોડની ગ્રાંટ દર મહિને 10-15 મિલિયન ડોઝ તૈયાર કરવાની સુવિધા આપશે.

આ ઉપરાંત, ગુજરાત બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાતના હેસ્ટર બાયોસાયન્સ અને ઓમીનીબીઆરએક્સ સાથે મળીને, કોવક્સિન ટેકનોલોજીને વધારવા અને દર મહિને ઓછામાં ઓછા 20 મિલિયન ડોઝ ઉત્પન્ન કરવા માટે ભારત બાયોટેક સાથે તેની ચર્ચાઓ કરી છે. તમામ ઉત્પાદકો સાથે ટેકનોલોજી સ્થાનાંતરણ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

નોંધનીય છેકે આ તમામ કંપનીઓ રસી ઉત્પન્ન કરવા માટે ભારત બાયોટેક ટેકનોલોજીનો ઉપયોગ કરશે. જેથી ઝડપથી દેશમાં કોરોના વેક્સિનની અછતને પહોંચી શકાય.

હાલ ભારતમાં કોરોના વેક્સિનને લઇને ભારે અછત વર્તાઇ રહી છે. જેથી વેક્સિનનું ઉત્પાદન વધારવું અનિવાર્ય થયું છે. ત્યારે રશિયન વેક્સિન સ્પુતનિકનો જથ્થો પણ હવેથી ભારતમાં પહોંચી ગયો છે. અને, ટુંક સમયમાં રશિયન વેક્સિન પણ લોકોને આપવામાં આવશે. ત્યારે ભારત પોતાના જ દેશની વેક્સિનનો ઉપયોગ કરવાનું વિચારીને આ ખાનગી કંપનીઓને વેક્સિન ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરાઇ રહી છે. જેથી જલ્દીમાં જલ્દી વેક્સિનની કાર્યવાહી પૂર્ણ થાય.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો