તમારા માટે સારા સમાચાર ! હવે દરેક પ્લાનની વેલિડિટીમાં 28 બદલે મળશે 30 દિવસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-05-2021

આજકાલ ટેકનોલોજીનો યુગ ચાલ રહ્યો છે. ખાસ કરીને મોટા ભાગના લોકો આજકાલ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે. નાના બાળકોથી લઈને ઘરડા લોકો સુધી સૌ કોઈ મોબાઈલનો ઉપયોગ કરતા થઈ ગયા છે. ઘરમાં જેટલા લોકો તેટલા મોબાઈલ થઈ ગયા છે. તમે ગમે તે કંપનીનું સિમ વાપરતા હશો. તેમા તમે જે રિચાર્જ કરવો છો તેમાં અત્યાર સુધી 28 દિવસની વેલિડિટી કંપની આપતું હતું. પરંતુ હવે તમારા માટે એક સારા સમાચાર છે. હવે તમારા મોબાઇલના ટેરિફ પ્લાનની વેલિડિટી 28 દિવસથી વધીને 30 દિવસ થઇ શકે છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ મોબાઇલ પ્લાન પર મળી રહેલી વેલિડિટીની મહત્તમ સમય સીમાની સાથે ચાર્જ સાથે જોડાયેલી કેટલીક બાબતોને લઈને ચર્ચાપત્ર એટલે કે કન્સલ્ટેશન પેપર જાહેર કર્યુ છે. કન્સલ્ટેશન પેપર અંગે TRAI એ તમામ સંબંધિત વિભાગો અને લોકો પાસેથી સુચનો અને ભલામણો માંગ્યા છે.

માનવામાં આવી રહ્યુ છે કે, થોડા સમયમાં હવે મોબાઇલના ટેરિફ પ્લાનની વેલિડિટીમાં વધારો કરવામા આવશે. હાલ 28 દિવસની વેલિડિટી છે તે 30 દિવસની થઇ શકે છે. અલબત્ત જો આવુ થાય તો ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાનની કિંમતમાં પણ વધારો કરી શકે છે. ગ્રાહકોના એક વર્ગ તરફથી ટેરિફ પ્લાનની વેલિડીટી અંગે TRAI સમક્ષ સતત અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. આથી TRAI આ અંગે ફેર વિચારણા કરી રહી છે. આથી TRAIએ કન્લ્ટેશન પેપર જારી કર્યુ છે અને તે અંગે સૂચનો મંગાવ્યા છે. 11 જૂન, 2021 સુધી લેખિતમાં સુચનો મોકલી શકાશે. હાલ દેશમાં મોબાઇલના વિવિધ માસિક પ્રિપેડ ટેરિફ પ્લાનની વેલિડિટી 28 દિવસની અને તેની ડબલ કે ત્રીડબલમાં હોય છે. અલબત્ત મોબાઇલના પોસ્ટ પેડ પ્લાનનું માસિક બિલ 30 દિવસની ગણતરી મુજબ આવે છે.

28 દિવસની વેલિડિટીથી કંપનીઓને 1 મહિનાનો ફાયદો 28, 56 કે 84 દિવસની વેલિડિટી વાળા પ્લાનથી ટેલિકોમ કંપનીઓને એક મહિનાના ટેરિફ પ્લાનનો ફાયદો થાય છે. એટલે કે એક વર્ષમાં ગ્રાહકોને 12 મહિનાના બદલે 13 મહિનાનું રિચાર્જ કરવુ પડે છે. જાણો કંઈ રીતે?

માસિક ટેરિફ પ્લાનની વેલિડિટી 28 દિવસની હોય છે, એક વર્ષમાં 12 મહિના અને 365 દિવસ હોય છે, વેલિડિટીની ગણતરી મુજબ 365/ 28 દિવ – 13 મહિના થાય, એટલે આ ગણતરી મુજબ એક વર્ષમાં 12ના બદલે 13 મહિના થાય છે આમ કંપનીને 1 મહિનાનો ફાયદો થાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો