મોરબી: બાલાજી ગ્રુપ દ્વારા કોરોના દર્દીઓને બેડ સુધી જઈ વિનામૂલ્યે ફૂડ પાર્સલનું વિતરણ કાર્યની અવિરત સેવા

દરરોજ 700 થી 800 લોકોને ફૂડ પાર્સલ પહોંચાડાય છે, કોઈ પણ જાતના ફાળા વગર યુવાનો દ્વારા થતો સહિયારો સેવાયજ્ઞ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-05-2021

(અજય કાંજીયા દ્વારા) મોરબી શહેર જયારે કોરોના મહામારીના ખપ્પરમાં હોમાયું હતું ત્યારે આ ગ્રુપ દ્વારા એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર યુદ્ધના ધોરણે લોકોની સેવામાં કાર્યરત થઇ ગયું હતું અને હાલ પણ કાર્યરત છે. આ ગ્રુપ દ્વારા દરેક દર્દીઓના બેડ સુધી ફૂડ પેકેટ પહોંચાડાય છે. અહીં બાલાજી ગ્રુપ દ્વારા કોવિડ19 ની પરિસ્થિતિમાં તમામ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને તેમના સગા વ્હાલાઓને, પોલીસ કર્મીઓને, રોડ પર કામ કરતા કર્મચારીઓને, સફાઈ કર્મચારીઓને, કોવિડ 19 દરમિયાન ફરજ બજાવતા તમામ લોકોને દરરોજ 700 થી 800 લોકોને ઘરે બનાવી હોય તેવી સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજનના ફૂડ પાર્સલ વિનામૂલ્ય પહોંચાડાય છે. આ ગ્રુપની ખાસ વાત એ છે કે આ સેવા કાર્ય માટે કોઈપણ જાતનો ફાળો ઉઘરાવવામાં નથી આવતો, હા જે લોકો સ્વેચ્છાએ આપતા હોય તો સહર્ષ સ્વીકાર કરવામાં આવે છે. બાકી તમામ ખર્ચ આ યુવાનો દ્વારા સહિયારો ઉઠાવવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા સવારે 10 વાગ્યે ગાડી ફૂડ પાર્સલ સાથે નીકળી પડે છે અને રાત્રીના 10 વાગ્યા સુધી સમગ્ર મોરબીમાં બધેજ ફરી ફરીને જરૂરિયાતમંદ લોકો સુધી વિનામૂલ્યે ફૂડ પાર્સલ પહોંચાડવામાં આવે છે. ગ્રુપનું લક્ષ એજ છે કે કોવિડ ની મહામારીમાં લોકડાઉનમાં પણ કોઈ ભૂખ્યું ના રહેવું જોઈએ આ ગ્રુપમાં રસોઈયા તરીકે સેવા અશોકભાઈ પ્રેમજીભાઈ પરમાર આપી રહ્યા છે , તથા ગ્રુપના યુવાનોમાં જયદીપ હડિયલ, દિપક પરમાર, નીરજ કંજરીયા, મૌલિકભાઇ, બાલાજી ગ્રુપના અગ્રણી રાજુભાઈ, જીતેનભાઈ પોપટ નયનભાઈ સુરાણી સહિતના યુવાનો સહિયારા પ્રયાસથી સેવા કાર્ય કરી રહ્યા છે. પાણીની બોટલ, ફૂડ પેકેટ, તૈયાર કરીને કમલેશભાઈના ગ્રુપ દ્વારા હોસ્પિટલે દરેક બેડ પર પહોંચાડવાની વ્યવસ્થા કાર્યરત છે અને હજુ પણ કોઈપણ જરૂરિયાત વાળા લોકોએ ગ્રુપના નંબર : નયનભાઈ સુરાની: 9879327706, રાજુભાઈ મીરાણી: 9898495641, જીતેનભાઈ પોપટ 7698633334 પર સંપર્ક કરી કોઈપણ જાતની સંભવિત મદદ માટે બાલાજી ગ્રુપ દ્વારા સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો