આ કંપનીની 4G ડાઉનલોડ સ્પીડ સૌથી વધુઃ TRAI

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-05-2021

TRAIના લેટેસ્ટ રિપોર્ટ મુજબ રિલાયન્સ Jio 4G સ્પીડના ચાર્ટમાં 20.1 મેગાબાઇટ પ્રતિ સેકન્ડની સ્પીડ સાથે મોખરાના સ્થાને છે, જ્યારે વોડાફોન એપ્રિલ મહિનામાં અન્યો કરતાં અપલોડ સ્પીડમાં 6.7 Mbps સાથે ટોચના સ્થાને છે. આવું ટેલિકોમ રેગ્યૂલેટર TRAI દ્વારા જારી કરાયેલા તાજા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. ડાઉનલોડ સ્પીડમાં Jio તેના નજીકના પ્રતિસ્પર્ધી વોડાફોન કરતાં ત્રણ ગણી વધુ સ્પીડ સાથે ટોચના સ્થાને છે.

વોડાફોન અને આઇડિયા સેલ્યૂલરે તેમનો વ્યવસાય વોડાફોન આઇડિયા લિમિટેડ તરીકે મર્જ કર્યો હોવા છતાં ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) હજી પણ તેમના નેટવર્કની સ્પીડનો અલગ અલગ ડેટા જારી કરે છે. એપ્રિલ મહિનામાં વોડાફોને 7 Mbps ડાઉનલોડ સ્પીડ નોંધાવી હતી, તેમ 11 મેના રોજ TRAI દ્વારા જારી કરાયેલી આંકડાકીય માહિતીમાં જણાવવામાં આવ્યું હતું. આઇડિયા અને ભારતી એરટેલ 5.8 Mbps અને 5 Mbps સાથે આગળ પાછળ રહ્યા હતા.

વોડાફોન 6.7 Mbps નેટવર્ક સ્પીડ સાથે અપલોડ સેગમેન્ટમાં ટોચ પર રહ્યું હતું. ત્યારબાદ 6.1 Mbps સ્પીડ સાથે આઇડિયા, 4.2 Mbps સ્પીડ સાથે Jio ત્રીજા અને 3.9 Mbps સ્પીડ સાથે એરટેલ ચોથા સ્થાને રહ્યું હતું. ડાઉનલોડ સ્પીડ ગ્રાહકને ઇન્ટરનેટ પર માહિતી સામગ્રી જોવામાં મદદ કરે છે, જ્યારે અપલોડ સ્પીડ પિક્ચર્સ અને વીડિયો પોતાના કોન્ટેક્ટ્સને મોકલવામાં મદદ કરે છે. TRAI દ્વારા સરેરાશ સ્પીડની ગણતરી રિયલ ટાઇમ રીતે માયસ્પીડ એપ્લિકેશન પર સમગ્ર ભારતમાંથી મેળવવામાં આવતી માહિતી પરથી કરવામાં આવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો